રિષભ પંત પર બનશે ઓવર સ્પીડિંગનો કેસ? DGPએ આપ્યા એક્સિડન્ટના મોટા અપડેટ

PC: khabarchhe.com

ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી રિષભ પંત શુક્રવારે એક મોટા અકસ્માતનો શિકાર થયો, જેમાં તે બાલ-બાલ બચ્યો છે. રિષભ પંત પોતે કાર ચલાવીને ઘરે રુડકી જઇ રહ્યો હતો. આ દરમિયાન ગુરુકુળ નારસન પાસે તેની કાર ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ. એવામાં ફેન્સના મનમાં રિષભ પંતને લઇને ઘણા સવાલ છે. ફેન્સને રિષભ પંતના સ્વાસ્થ્યની પણ ચિંતા છે. સાથે જ તેઓ એ પણ જાણવા માગે છે કે, રિષભ પંત પર ઓવર સ્પીડિંગનો કેસ બનેશે કે નહીં?

શું રિષભ પંતને એરલિફ્ટ કરીને સારવાર માટે દિલ્હી લઇ જવામાં આવશે? અકસ્માતવાળી જગ્યા પર પહોંચેલી ફોરેન્સિક ટીમે શું અપડેટ આપ્યું? આ બધા સવાલોના જવાબ DGP અશોક કુમારે આપ્યા છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, રિષભ પંતની હાલત અત્યારે સ્થિર છે. કોઇ ગંભીર કે ગભરવા જેવી વાત નથી. એરલિફ્ટને લઇને પણ DGPએ જણાવ્યું કે હાલમાં એવી કોઇ વાત લાગી રહી નથી.

સીરિયસ કન્ડિશનમાં એરલિફ્ટ કરી શકાય છે. અત્યારે કેવી સ્થિતિ છે રિષભ પંતની? તેની ઇજા અકેટલી સીરિયસ છે? આ સવાલના જવાબમાં DGPએ કહ્યું કે, અત્યારે તેની કન્ડિશન એકદમ સામાન્ય છે. ડૉક્ટર તેને જોઇ રહ્યા છે. અત્યાર સુધી કોઇ સીરિયસ ઇજા મળી નથી. શું તેને એરલિફ્ટ કરવામાં આવશે, એવી કોઇ સંભાવના છે? આ સવાલનો જવાબ આપતા DGPએ કહ્યું કે, અત્યારે તેને કોઇ સીરિયસ ઇજા નથી. તેને એરલિફ્ટની કોઇ જરૂરિયાત નથી.

એરલિફ્ટ સીરિયસ કેસમાં કરી શકાય છે. જે ફોરેન્સિક ટીમ જઇ રહી છે તેનું શું અપડેટ છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તેમાં અત્યારે હું વધારે નહીં કહી શકું. ટીમ જઇને ત્યાં પરીક્ષણ કરશે. જે પ્રકારે તેનો જીવ બચ્યો છે, તે કોઇ ભગવાનની કૃપાથી ઓછું નથી. શું આ ઓવર સ્પીડિંગનો કેસ માનો છો તમે? આ સવાલના જવાબમાં DGPએ કહ્યું કે, મારા અધિકારીઓએ મને એવું કંઇ જણાવ્યું નથી. આ સિમ્પલિંગનો કેસ છે. ડ્રાઇવ કરતી વખત ઝોકું આવી ગયું હતું, જેના કારણે આ અકસ્માત થયો.

રિષભ પંત ઇજાના કારણે શ્રીલંકા વિરુદ્ધ આગામી સીરિઝ માટે ભારતીય ટીમનો હિસ્સો નહોતો. ત્યારબાદ તે પોતાની કારથી રુડકી જઇ રહ્યો હતો. આ દરમિયાન આ કાર અકસ્માત રુડકી પાસે ગુરુકુળ નારસન વિસ્તારમાં થયો. પંત કારમાં એકલો જ હતો અને પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો. ત્યારબાદ રિષભ પંતે જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ દરમિયાન તેને ઝોકું આવી ગયું અને કાર ડિવાઇડર સાથે ટકરાઇને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો, ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp