દિલ્હી કેપિટલ્સ સામે મળેલી હાર બાદ ધવને કહ્યું- તેની આ એક ભૂલ ભારે પડી

PC: twitter.com/CricCrazyJohns

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે અંતિમ ચરણમાં છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સિવાયની બાકી બધી ટીમો 13-13 મેચ રમી ચૂકી છે, આજની મેચ સાથે હૈદરાબાદ અને બેંગ્લોરની ટીમ પણ 13-13 મેચો રમી લેશે. બુધવારે પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ મેચ રમાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મળેલી હાર માટે શિખર ધવને પોતાની કેપ્ટન્સીને જવાબદાર ઠેરવી છે.

શિખર ધવને કહ્યું કહ્યું કે, રણનીતિના હિસાબે કેટલીક ભૂલો થઈ અને તેનું પરિણામ ચૂકવવું પડ્યું. શિખર ધવનના જણાવ્યા મુજબ, જો બોલિંગ દરમિયાન તે અંતિમ ઓવર સ્પિનર પાસે ન કરાવતો તો સ્થિતિ કંઈક અલગ પણ હોય શકતી હતી. દિલ્હી કેપિટલ્સે ધર્મશાળા રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સને 15 રને હરાવી દીધી હતી. પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે સીમિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. રિલી રૂસોએ 37 બૉલમાં 82 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

તો 214 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન જ બનાવી શકી. ટીમ માટે લિયામ લિવિંગસ્ટોને માત્ર 48 બૉલમાં 94 રન બનાવ્યા, પરંતુ તે જીત અપાવી ન શક્યો. આ પ્રકારે પંજાબ કિંગ્સની ટીમ હવે લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. ધવને માન્યુ કે, અંતિમ ઓવર સ્પિનર પાસે નંખાવવી તેની ટીમને મોંઘું પડી ગયું, કેમ કે આ ઓવરમાં ઘણા બધા રન પડ્યા હતા.

મેચ બાદ તેણે કહ્યું કે, પહેલી 6 ઓવરમાં અમે સારી બોલિંગ ન કરી. જે પ્રકારે બૉલ સ્વિંગ થઈ રહ્યો હતો, તેને જોતા અમારે થોડી વિકેટ લેવી જોઈતી હતી. લિયામ લિવિંગસ્ટોને સારી ઇનિંગ રમી, પરંતુ અમે મેચ જીતી ન શક્યા. મને લાગે છે કે, અંતિમ ઓવર સ્પિનર પાસે કરાવવાનો નિર્ણય ખોટો સાબિત થયો. ત્યાંથી જ મોમેન્ટ પૂરી રતે ચેન્જ થઈ ગઈ. આ અગાઉ ફાસ્ટ બોલરને પણ 18-20 રન પડ્યા હતા. આ બંને ઓવરના કારણે અમે મેચ હારી ગયા. અમારા બોલરોએ પાવરપ્લેમાં સારી બોલિંગ ન કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp