- Sports
- આ તારીખે ધોની રમી શકે છે ફેરવેલ મેચ, આ સ્ટેડિયમમાં રમાશે છેલ્લી મેચ
આ તારીખે ધોની રમી શકે છે ફેરવેલ મેચ, આ સ્ટેડિયમમાં રમાશે છેલ્લી મેચ
IPL ની 16મી સીઝન 31 માર્ચથી શરૂ થવાની છે, જે 28 મે સુધી ચાલશે. રિપોર્ટ્સ અનુસાર, હાલની સીઝન મહેન્દ્ર સિંહ ધોનીની ખેલાડી તરીકે આ છેલ્લી સીઝન હોઈ શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સના અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે. તે અનુસાર, જો ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ ના કરી શકે તો 14 મેના રોજ ચેપક સ્ટેડિયમ ધોનીના ફેરવેલ મેચની મેજબાની કરશે. આ દિવસે CSKનો સામનો KKR સાથે થશે. જોકે, તે CSKની છેલ્લી લીગ મેચ નહીં હશે. ટીમને છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે દિલ્હીમાં 20 મેના રોજ રમાવાની છે. પરંતુ, રિપોર્ટ અનુસાર, એમ એસ ધોની ચેપકમાં ફેરવેલ મેચ રમવા ઈચ્છે છે. તેણે 2021માં એ વાત કહી પણ હતી કે તે ઈચ્છે છે કે ચેન્નએઈમાં તે પોતાની છેલ્લી T20 મેચ રમે. CSKના અધિકારીના જણાવ્યા અનુસાર, એક ખેલાડી તરીકે આ ધોનીની છેલ્લી સીઝન હશે. અમે આ જ જાણીએ છીએ અને ઉલ્લેખનીય છે આ તેનો નિર્ણય છે.

કેપ્ટનશીમાં ધોનીનો રેકોર્ડ
| વર્ષ | રેકોર્ડ |
| 2021 | ચેમ્પિયન |
| 2019 | રનર્સઅપ |
| 2018 | ચેમ્પિયન |
| 2015 | રનર્સઅપ |
| 2013 | રનર્સઅપ |
| 2012 | રનર્સઅપ |
| 2011 | ચેમ્પિયન |
| 2010 | ચેમ્પિયન |
| 2008 | રનર્સઅપ |
એમ એસ ધોનીની કેપ્ટનશિપમાં CSKએ ચાર IPL અને બે ચેમ્પિયન્સ લીગ જીતી છે. તેની જીતની ટકાવારી 59.60 છે. તે IPLમાં 100+ મેચ જીતનારો એકમાત્ર કેપ્ટન છે. ટીમે 204 મેચોમાંથી 121 મેચમાં જીત મેળવી છે. એટલું જ નહીં, તે 20મી ઓવરનો બેસ્ટ બેટ્સમેન પણ છે. IPLની 20મી ઓવરમાં 500+ રન બનાવનારો તે એકમાત્ર ખેલાડી છે. તે 554 રન બનાવી ચુક્યો છે.

CSK પોતાના અભિયાનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ કરશે. આ મેચ પહેલા જ દિવસ એટલે કે 31 માર્ચના રોજ અમદાવાદમાં રમાશે. ચેન્નઈ ઘરેલૂં મેદાન પર પોતાની પહેલી મેચ લખનૌ સામે 3 એપ્રિલના રોજ રમશે. ચેન્નઈમાં ત્રણ વર્ષ બાદ IPL મેચ રમાશે. ધોની 1427 દિવસ બાદ ચેપક સ્ટેડિયમ પર રમવા માટે ઉતરશે.

ધોનીના ગયા બાદ ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ, ભારતનો અજિંક્ય રહાણે તેમજ ઋતુરાજ ગાયકવાડ CSK માટે કેપ્ટનશિપની રેસમાં સામેલ છે. ટીમ જાડેજા સાથે પાછી ફરવા નથી ઈચ્છતી. ટીમ ઋતુરાજને ભવિષ્યના કેપ્ટનના રૂપમાં પરખી શકે છે. રહાણેને કેપ્ટનશિપનો અનુભવ છે. બેન સ્ટોક્સની પાસે પણ ઘણો અનુભવ છે. એટલું જ નહીં, તેને લીડરશિપના ગુણ અંગે જાણકારી પણ છે, આથી તેની દાવેદારી પણ મજબૂત માનવામાં આવી રહી છે.

