માહીના ફેન્સના અરમાનો પર વરસાદે ફેરવ્યું પાણી, જમીન પર સૂઇને વીતાવી રાત, Video

PC: twitter.com/muffadalvohra4

IPL 2023ની ફાઇનલ મેચમાં વરસાદે બધા ક્રિકેટ ફેન્સના અરમાનો પર પાણી ફેરવી દીધુ. વરસાદના કારણે ના ટૉસ થયો ના ધોનીની સેના અને હાર્દિકની ટીમની વચ્ચે મેચ થઈ શકી. હવે આ મેચ રિઝર્વ ડે એટલે કે સોમવારે (29 મે) ના રોજ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે સતત વરસાદ પડી રહ્યો હતો. મેચનો કટ ઓફ ટાઇમ 12.06 વાગ્યાનો હતો. પરંતુ, અમ્પાયર, ગ્રાઉન્ડ અધિકારીઓ સાથે વાતચીત બાદ રવિવારે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો. મેચ ન રમાવાના કારણે સ્ટેડિયમમાં પહોંચેલા લાખો દર્શકોના હાથમાં નિરાશા લાગી અને તેમણે નિરાશ થઈને પાછા જવુ પડ્યું. ઘણા ક્રિકેટ ફેન્સે તો રેલવે સ્ટેશન પર સૂઇને રાત વીતાવી.

ટૉસના અડધો કલાક પહેલા વરસાદ શરૂ થઈ ગયો. મેદાનકર્મીઓએ તરત પિચ પર બે અલગ-અલગ કવર નાંખ્યા. આ ઉપરાંત, ફાસ્ટ બોલર્સોના રનઅપ પર પણ કવર નાંખવામાં આવ્યા. ત્યારબાદ વરસાદ ફાસ્ટ થયો અને વીજળી પણ પડવા માંડી જેને કારણે મેદાન પર ભારે સંખ્યામાં જમા દર્શક પોતાને વરસાદથી બચાવવા કવર શોધતા દેખાયા. મુખ્ય પિચની પાસે જ્યાં કવર નહોતું નાંખ્યું, ત્યાં પાણી જમા થઈ ગયુ. જોકે, આ લાખો દર્શકોમાં કેટલાક એવા પણ ફેન્સ હતા, જે ખૂબ જ દૂર-દૂરથી મેચ જોવા માટે આવ્યા હતા. ઘણા બધા ફેન્સ પોતાના થાલા એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીને જોવા માટે આવ્યા હતા. પરંતુ, આ ફેન્સને ક્યાં ખબર હતી કે વરસાદ તેમના આ સપના પર પાણી ફેરવી દેશે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો અને કેટલાક ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમા ક્રિકેટ ફેન્સ CSKની જર્સી પહેરીને અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સૂતા દેખાઈ રહ્યા છે. એટલે કે તેઓ પોતાના થાલા (એમએસ ધોની)ને જોવા માટે આવ્યા છે. આ ફેન્સને જોઈને એવુ જ કહી શકાય કે વરસાદ પણ ક્રિકેટ પ્રત્યે તેમના ઝૂનૂનને ઓછો નથી કરી શક્યો.

રિઝર્વ ડે પર વરસાદ પડ્યો તો શું થશે?

  • પહેલા અમ્પાયર રાત્રે સાડા નવ વાગ્યા સુધી રાહ જોશે. આ સમય સુધીમાં જો ગેમ શરૂ થઈ તો ઓવરોમાં કોઈ કાપ નહીં થશે. ત્યારબાદ દરેક એક કલાક ઓછો થવા પર 14 ઓવરનો કાપ થશે. (સાડા 10 વાગ્યે મેચ શરૂ થઈ તો કુલ 26 ઓવર થશે, બંને ટીમો 13-13 ઓવર રમશે.)
  • રાત્રે 12 વાગ્યાની આસપાસ ગેમ શરૂ થઈ તો બંને ટીમો 5-5 ઓવર રમશે અને વિજેતાનો નિર્ણય થશે.
  • રાત્રે 12 વાગ્યા બાદ મેદાન સૂકાય અને ગેમ થવાની સંભાવના બને તો સુપર ઓવર દ્વારા IPL 2023ના ચેમ્પિયનનો નિર્ણય થશે.
  • વરસાદના કારણે ગેમ ના થઈ શકી તો ગુજરાતની ટીમ ચેમ્પિયન બનશે કારણ કે, તે ટીમ લીગ સ્ટેજમાં 20 અંકો સાથે પોઇન્ટ ટેબલ પર ટોપ પર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp