જીત બાદ ભાવુક થયો ધોની, જાડેજાને હાથથી ઊંચકીને આંખો બંધ કરી, દીકરી તરફ જોઈ રહ્યો

PC: hindi.insidesport.in

MS ધોનીએ કેપ્ટન તરીકે વધુ એક IPL ખિતાબ જીત્યો છે. IPL 2023ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને છેલ્લા બોલે હરાવ્યું હતું. આ જીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે થોડા દિવસો પહેલા ધોની અને જાડેજા વચ્ચે વિવાદના સમાચાર આવ્યા હતા. ફાઇનલમાં CSKને છેલ્લા 2 બોલમાં 10 રન બનાવવાના હતા. જાડેજાએ જ ઝડપી બોલર મોહિત શર્માને સિક્સર અને પછી ફોર ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. મેચની વાત કરીએ તો ટાઇટન્સે પહેલા રમતા 214 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે CSKને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

IPLએ ફાઈનલનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. 2 મિનિટના વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, રવિન્દ્ર જાડેજા જેવો વિનિંગ ફોર ફટકારે કે તરત જ CSKની આખી ટીમ ઉજવણી કરવા લાગે છે. આ દરમિયાન જાડેજા કેપ્ટન માહી પાસે પહોંચે છે. આ દરમિયાન ધોની જાડેજાને પોતાના બંને હાથોથી ઊંચકીને થોડી સેકન્ડ માટે આંખો બંધ કરી લે છે. તે પોતાની લાગણી છુપાવવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. જાડેજા પણ હસીને ધોનીની પીઠ થપથપાવે છે.

ખિતાબ જીત્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને માત્ર ગળે લગાવ્યા જ નહીં, પરંતુ તેની પત્ની નતાશને પણ મળ્યા. આ દરમિયાન દીકરી જીવા આવીને ધોનીને ગળે લગાવે છે. આના પર એક ચાહકે લખ્યું કે થાલા ભાવુક થઈ ગયા. જ્યારે બીજાએ લખ્યું કે, મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. આ જીત બાદ 41 વર્ષીય ધોનીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે હજુ સંન્યાસ લેવાનો નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સે આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં સૌથી વધુ 5-5 ટાઇટલ જીત્યા છે. T20 લીગના ઈતિહાસની વાત કરીએ તો તેમાં કુલ 15 ટીમોએ એન્ટ્રી કરી છે. મતલબ કે અન્ય 13 ટીમો માત્ર 6 ટાઈટલ જીતવામાં સફળ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગના 2 વખત ટાઈટલ જીત્યા છે. આ સિવાય રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ડેક્કન ચાર્જર્સ એક-એક વખત ટાઇટલ જીતવામાં સફળ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp