ગાવસ્કરે ધોની નહીં પરંતુ આ ખેલાડીને કહ્યો ટીમ ઇન્ડિયાનો ઓરિજિનલ કેપ્ટન કૂલ

PC: thequint.com

મહેન્દ્ર સિંહ ધોની એવા કેપ્ટન તરીકે રહે છે જેને કેપ્ટન કૂલ માનવામાં આવે છે પરંતુ, હવે ભારતના પૂર્વ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ધોનીને નહીં પરંતુ, બીજા ભારતીય ક્રિકેટરને ટીમ ઇન્ડિયાનો ઓરિજિનલ કેપ્ટન કૂલ ગણાવ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની સાથે વાતચીત કરતા સુનીલ ગાવસ્કરે ભારતના ઓરિજિનલ કેપ્ટન કૂલના નામ અંગે ખુલાસો કર્યો છે. ગાવસ્કરે એરિજિનલ કેપ્ટન કૂલ તરીકે કપિલ દેવને પસંદ કર્યો છે. 1983 વર્લ્ડ કપની 40મી એનિવર્સરી પર સુનીલ ગાવસ્કરે આ વાતનો ખુલાસો કર્યો છે. ગાવસ્કરે કહ્યું કે, કપિલનું બેટ અને બોલથી પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે વિવિયન રિચર્ડ્સ નો એક એવો કેચ પકડ્યો હતો જેણે આપણને વર્લ્ડ કપની ટ્રોફી અપાવી દીધી હતી. તેની કેપ્ટનશિપ ડાયનામિક રહી હતી. જેવી તે ફોર્મેટમાં જરૂર હતી તેવી જ એની કેપ્ટનશિપ રહી હતી.

પૂર્વ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, જ્યારે ટીમનો કોઈ ખેલાડી કેચ છોડી દે છે અથવા ખોટી ફીલ્ડિંગ કરે છે ત્યારે કેપ્ટનના ચેહરા પર આવેલી સ્માઇલ જ ઓરિજિનલ કેપ્ટન કૂલ બનાવે છે. કપિલ પણ એવો જ કેપ્ટન રહ્યો હતો. મારી નજરમાં હકીકતમાં કપિલ દેવ જ ઓરિજિનલ કેપ્ટન કૂલ છે.

સુનીલ ગાવસ્કેર 1983નો વર્લ્ડ કપ જીતવાની ઘટનાને લઇને મજાકિયા અંદાજમાં કહ્યું, જે ક્ષણે ભારતે 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો તે સમયે ટૂથપેસ્ટની એક શાનદાર જાહેરાત થઈ શકતી હતી કરાણ કે, તમામ ખેલાડી અને કર્મચારી ત્યાં સતત સ્માઇલ કરી રહ્યા હતા. સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, જીત્યા બાદની એ પળોને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. આ ટૂથપેસ્ટ માટે એક શાનદાર જાહેરાત બની શકતી હતી કારણ કે, અમારી આસપાસ દરેક વ્યક્તિ હસી રહી હતી અને સ્માઇલ કરી રહી હતી અને તે જોવુ ખૂબ જ ભાવનાત્મક હતું.

જણાવી દઈએ કે, 1983 ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને પહેલીવાર વિશ્વ વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેમજ, 28 વર્ષ બાદ 2011માં ધોનીની કેપ્ટનશિપમાં ભારતે બીજીવાર વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી હતી. હવે વર્ષ 2023માં ભારતમાં વર્લ્ડ કપ રમાવાનો છે. એ જોવુ રહેશે કે શું આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp