ધોનીને કેમ મળી ભારતીય ટીમમાં જગ્યા, દિનેશ કાર્તિકે કર્યો ખુલાસો

PC: businesstoday.in

ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોની પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીના જોરદાર પ્રદર્શનના કારણે તેનું કરિયર ધૂંધળું પડી ગયું, જેને લઈને દિનેશ કાર્તિકે પોતે ઘણા ખુલાસા કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પોડકસ્ટમાં દિનેશ કાર્તિકે માન્યું છે કે, આ સમયમાં ધોની મેનિયા ખૂબ મોટું હતું એટલે ભારતીય ટીમને તેને પસંદ કરવાનો જ હતો.

મહેન્દ્ર સિંહ ધોની ભારતના દિગ્ગજ કેપ્ટન રહ્યો છે, પરંતુ તેના ભારતીય ટીમના શરૂઆતી કરિયરને લઈને દિનેશ કાર્તિકે કહ્યું કે, મેં તેનાથી પહેલા ડેબ્યૂ કર્યું હતું. અમે ભારત A પ્રવાસ પર એક સાથે ગયા અને ત્યાંથી મને ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો. મેં એટલું સારું પ્રદર્શન કર્યું કે તેમણે મને ભારતીય ટીમ માટે સિલેક્ટ કરી લીધો, પરંતુ ત્યાંથી તસવીર બદલાઈ અને એક વન-ડે ટૂર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીનું તોફાની પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં તેમણે ફોર અને સિક્સ સાથે વિસ્ફોટ કર્યો.

દુનિયા અત્યારે પણ કેટલાક આ પ્રકારની ક્રિકેટ માટે તૈયાર નહોતી. લોકો ઊભા થઈ ગયા અને કહ્યું કે, તેના જેવો કોઈ નથી. દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોનીના શરૂઆતી કરિયરને લઈને આગળ કહ્યું કે, તેમનું માનવું છે કે તે એક વિશેષ ખેલાડી છે. જાહેર રીતે હું ભારતીય ટીમમાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધી મહેન્દ્ર સિંહ ધોનીનું કદ એટલું વધી ચૂક્યું હતું કે તમારે તેને સિલેક્ટ કરવો જ પડ્યો હતો. ત્યારબાદ તેણે બધા ફોર્મેટમાં મારી જગ્યા લીધી અને તેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું અને અંતમાં, એ માત્ર અવસર લેવાની વાત હોય છે.

દિનેશ કાર્તિકે સપ્ટેમ્બર 2004માં પોતાની ડેબ્યૂ મેચ રમી હતી, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ 3 મહિના બાદ ડિસેમ્બરમાં પોતાની પહેલી ઇન્ટરનેશનલ મેચ રમી હતી અને ત્યારબાદ તે ભારતીય ટીમના અભિન્ન અંગ બની ગયો અને દિનેશ કાર્તિકના કરિયર પણ ઉતાર-ચડાવવાળું રહ્યું. મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ દિનેશ કાર્તિકે ભારત તરફથી ગયા વર્ષે રમાયેલ T20 વર્લ્ડ કપમાં પણ હિસ્સો લીધો હતો. જો કે, હવે દિનેશ કાર્તિકની વાપસીની કોઈ સંભાવના દેખાતી નથી, પરંતુ કાર્તિક હાલમાં RCB તરફથી IPL રમવાનું ચાલુ રાખી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp