ધોનીએ જણાવ્યું ચેન્નાઈ સુપર કિંગ્સની સતત સફળતાનું રહસ્ય, સફળતા માટે...

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ વધુ એક વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ટીમે દિલ્હી કેપિટલ્સ (DC)ને તેના ઘર આંગણે જ હરાવીને રેકોર્ડ 12મી વખત IPLની પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ જણાવ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સની સતત સફળતાનું રહસ્ય શું છે. મહેન્દ્ર સિંહ ધોનીના જણાવ્યા મુજબ, યોગ્ય ખેલાડીઓનું સિલેક્શન કરીને તેમને યોગ્ય જગ્યા પર રમાડવાનું હોય છે.

અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 77 રનના મોટા અંતરથી હરાવી દીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા, જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન જ બનાવી શકી અને તેણે ટૂર્નામેન્ટનું સમાપન હાર સાથે કર્યું છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સે આ જીત સાથે પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી લીધી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ IPL પ્લેઓફમાં સૌથી વધુ વખત પહોંચનારી ટીમ છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જ્યારે આ સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, સફળતા માટે કોઈ એવી રેસિપી નથી. તમે બેસ્ટ ખેલાડીઓને સિલેક્ટ કરવાનો પ્રયાસ કરો છો અને તેના માટે તેને બેસ્ટ સ્લોટ પણ આપો છો. એ સિવાય તમે તેમને એ એરિયામાં ગ્રૂમ કરો છો, જ્યાં એ નબળા છે. કોઈક ને કોઈક ટીમ માટે ત્યાગ કરવું પડે છે. મેનેજમેન્ટને પણ ક્રેડિટ જાય છે, જે હંમેશાં અમને સપોર્ટ કરે છે. જો કે, ખેલાડી સૌથી વધુ જરૂરી છે. ખેલાડીઓ વિના આપણે કશું જ નહીં કરી શકીએ.

ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સે 12 વખત પ્લેઓફમાં જગ્યા બનાવી છે, તેમાંથી 4 વખત IPL  ટ્રોફી તેણે પોતાના નામે કરી છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ 9 વખત પ્લેઓફમાં જગ્યા બનાવી છે અને 5 વખત IPL  ટ્રોફી પોતાના નામે કરી છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે અને તેણે 8 વખત પ્લેઓફમાં જગ્યા મેળવી છે, પરંતુ તે અત્યાર સુધી એક પણ વખત IPL  ટ્રોફી પોતાના નામે કરી શકી નથી. હવે પ્લેઓફ માટે 3 જગ્યા ફિક્સ થઈ ચૂકી છે એટલે એક જ ટીમ પહોંચી શકશે. બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સની એક-એક મેચ બાકી છે. આજે બંને ટીમો જો જીતે છે તો પ્લેઓફમાં રનરેટના આધારે ચોથા નંબર માટે જગ્યા નક્કી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp