ધોનીની દીકરી ઝીવાને મળી મેસ્સીની સાઈન કરેલી જર્સી, સાક્ષીએ શેર કર્યો ફોટો

PC: hindi.insidesport.in

ફિફા વર્લ્ડ કપ 2022નો ઉત્સાહ હજુ સમાપ્ત થયો નથી. આર્જેન્ટિના આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને કરોડો ચાહકોનો હીરો લિયોનેલ મેસ્સી હવે વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. ભારતમાં પણ લિયોનેલ મેસ્સી અને આર્જેન્ટીનાની આ જીતની ઉજવણી કરવામાં આવી હતી. ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા પણ આર્જેન્ટીનાની જીતની ઉજવણી કરી રહી છે.

M.S ધોનીની પત્ની સાક્ષી ધોનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરી ઝીવા ધોનીનો ફોટો શેર કર્યો છે. ઝિવા ધોનીએ અહીં આર્જેન્ટિનાની જર્સી પહેરી છે અને તેની જર્સી પર આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીની સાઈન છે.

ઝીવાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આ તસવીરો શેર કરવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ક્રિસમસ પર હવે ઝીવા ધોનીને આ મોટી ગીફ્ટ મળી છે, જેમાં લિયોનેલ મેસ્સીની સાઈન વાળી જર્સી તેની પાસે છે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતે ફૂટબોલના મોટા ફેન છે અને તે પોતે પણ ફૂટબોલર રહી ચૂક્યા છે. સ્કૂલના દિવસોમાં ધોની તેની ટીમનો ગોલકીપર હતો અને અકસ્માતે જ તે ક્રિકેટ ટીમનો વિકેટકીપર બની ગયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન હોવા છતાં તેણે ટીમ પ્રેક્ટિસમાં ફૂટબોલનો હંમેશા સમાવેશ કર્યો હતો. ઉપરાંત, M.S ધોની હજુ પણ ઘણી ફૂટબોલ મેચો રમતા જોવા મળે છે, જે કોઈ ના કોઈ ફાઉન્જેશન માટે હોય છે.

 
 
 
View this post on Instagram

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni)

જો ફૂટબોલ વર્લ્ડ કપની વાત કરીએ તો લિયોનેલ મેસ્સીના નેતૃત્વમાં આર્જેન્ટિનાએ ફાઇનલમાં ફ્રાન્સને 4-2 (પેનલ્ટી શૂટઆઉટ)થી હરાવ્યું હતું. આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ જીત્યો છે, લિયોનેલ મેસ્સીનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp