ધોનીનો ખાસ મિત્ર બનશે ટીમ ઈન્ડિયાનો મોટો દુશ્મન, રાંચી T20 મેચ પહેલા આપી ધમકી

PC: india.com

આવતીકાલે રાંચીમાં ભારત વિરૂદ્ધ રમાનારી પ્રથમ T20 મેચ પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને મોટી ધમકી મળી છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો મિત્ર આવતીકાલે રાંચીમાં રમાનારી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો દુશ્મન સાબિત થશે.હાર્દિકની કેપ્ટન્સીમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ કિવી ટીમને પછાડવા માટે તૈયાર છે. પરંતુ આ મેચમાં એક એવો ખેલાડી છે જેનાથી ટીમ ઈન્ડિયાને બચીને રહેવાની જરૂર છે.

ભારત વિરૂદ્ધ આવતીકાલે રાંચીમાં રમાનારી પ્રથમ T20 મેચ પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને મોટી ધમકી મળી છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો મિત્ર આવતીકાલે રાંચીમાં રમાનારી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો દુશ્મન સાબિત થશે. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટીમ ઈન્ડિયાને ધમકી આપતા કહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ અને કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથે વિતાવેલો સમય ભારત સામેની T20 સીરિઝ જીતવામાં કામ આવશે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે છેલ્લે વર્ષ 2021માં ભારત સામેની ત્રીજી અને છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટનશીપ કરી હતી. મિશેલ સેન્ટનર નિયમિત કેપ્ટન કેન વિલિયમસનની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડની કપ્તાની સંભાળી રહ્યો છે. મિશેલ સેન્ટનરે કહ્યું, 'મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટીફન ફ્લેમિંગ બંને ખૂબ જ શાંત છે અને હું પણ એક જ પ્રકારનો છું. તેની સાથે રમવાનો અનુભવ શાનદાર રહ્યો છે.

મિશેલ સેન્ટનરે કહ્યું, 'મહેન્દ્ર સિંહ ધોનીના ઘરેલું ગ્રાઉન્ડ પર આવીને સારુ લાગી રહ્યું છે. સ્ટીફન ફ્લેમિંગ પણ આ જ પ્રકારનો શાંત છે અને અમે આ ટીમમાં પણ એવું જ વાતાવરણ રાખ્યું છે.' આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે, જેના કારણે તે ફોર્મેટને પસંદ કરવામાં આવી રહ્યું છે, પરંતુ મિશેલ સેન્ટનરે કહ્યું કે દેશ માટે દરેક મેચ રમવી એ ગર્વની વાત છે. મિશેલ સેન્ટનરે કહ્યું, 'આજકાલ વન-ડે ક્રિકેટમાં મોટા સ્કોરનો આંકડો T20 જેવો થઈ ગયો છે. T20નો અનુભવ વન-ડેમાં કામમાં આવશે જ્યાં અમે મોટા સ્કોર અને સારા શોટ્સ જોયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp