IPL પહેલા પ્રેક્ટિસમાં ધૂઆંધાર બેટિંગ કરતા જોવા મળ્યો ધોની, જુઓ વીડિયો

PC: facebook.com/TheChennaiSuperKings

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 31મી માર્ચથી શરૂ થઈ રહી છે. લીગની શરૂઆત અમદાવાદના PM નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના હાઈ વોલ્ટેજ મુકાબલા સાથે થશે.

41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આ મેચની તૈયારી શરૂ કરી દીધી છે. તે સિઝનના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ઉતર્યો હતો. રવિવારે તેનો પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ધોનીએ બે બોલનો સામનો કર્યો હતો અને બંનેને ટાઈમિંગ કરતો જોવા મળ્યો હતો.

આ વીડિયો પોસ્ટ કરીને CSKએ લખ્યું, 'શુક્રવારની લાગણી સાથે ખરેખર કંઈ જ મેળ ખાતું નથી.' સોશિયલ મીડિયાના ફેન્સ આના પર ફની જવાબો આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, મહેરબાની કરીને એવું ન કહો કે, આ ધોનીની છેલ્લી સીઝન છે. અન્ય યુઝરે લખ્યું, MS ધાનીની લાંબી સિક્સ ફરીથી જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીનું ચેન્નાઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે. ગત સિઝનમાં એક મેચ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે શું તે સંન્યાસ લેવા જઈ રહ્યો છે. તો ધોનીએ આના જવાબમાં કહ્યું હતું કે, જ્યારે પણ હું નિવૃત્તિ લઈશ ત્યારે મારા ઘરેલું ચાહકોની વચ્ચે નિવૃત્તિ લઈશ. આ વખતે CSK 14મી મેના રોજ તેમના હોમ ગ્રાઉન્ડ પર લીગ સ્ટેજની છેલ્લી મેચ રમશે. ટીમે તેની છેલ્લી હોમ મેચ 7 મે 2019ના રોજ રમી હતી. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ધોની તે મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019માં ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમી હતી.

ભારતીય લીગમાં MI પછી CSK ટીમ સૌથી સફળ ટીમ છે. MIએ 5 ટાઇટલ જીત્યા છે, જ્યારે CSKએ ધોનીની કેપ્ટન્સીમાં 4 ટાઇટલ જીત્યા છે. CSK ટીમે ધોનીની કેપ્ટન્સીમાં 2010માં પહેલો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2011 અને 2018માં ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ચેમ્પિયન બની હતી અને છેલ્લી વખત તેણે 2021માં ટાઈટલ જીત્યું હતું. ત્યારે પણ ધોની જ CSKનો કેપ્ટન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp