મેદાન પર ખૂબ જ ગાળો બોલે છે ધોની, સાથી ખેલાડીએ કર્યો ખુલાસો

PC: thesportstattoo.com

ભારતને પોતાની કેપ્ટનશિપમાં 1-2 નહીં પરંતુ, ઘણી મહત્ત્વની મેચોમાં જીત અપાવનારા દિગ્ગજ વિકેટકીપર- બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી સૌથી સફળ ખેલાડીઓમાં થાય છે. કેપ્ટનશિપના મામલામાં તો તેને ટોપ પર રાખવામાં આવે છે. ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ધોનીએ સંન્યાસ લઇ લીધો પરંતુ, તેનો ફેન બેઝ વધ્યો છે. તે મેદાન પર મોટાભાગે શાંત દેખાય છે પરંતુ, તેના સાથીએ મોટું રહસ્ય ઉજાગર કર્યું છે.

ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહેલા અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ધોનીને લઇને મોટો ખુલાસો કર્યો છે. ઈશાંતે કહ્યું છે કે, ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન એમએસ ધોનીમાં ઘણી બધી ખૂબીઓ છે પરંતુ, શાંત સ્વભાવ તેમા સામેલ નથી. ઈશાંતે ત્યાં સુધી કહ્યું કે, આ કેપ્ટન કૂલ મોટાભાગે મેદાન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે.

ટીઆરએસ ક્લિપ્સ યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા ઈશાંતે કહ્યું, માહી ભાઈમાં ઘણી બધી ખૂબીઓ છે પરંતુ, શાંત અને સંયમિત રહેવુ તેમાંથી એક નથી. તે મોટાભાગે મેદાન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને મેં તેને પ્રત્યક્ષરૂપે સાંભળ્યું છે. ભલે તે IPL દરમિયાન હોય કે પછી ભારતીય ટીમ સાથે, લોકો હંમેશાં તેની આસપાસ રહે છે. તમને માહી ભાઈ સાથે કોઇક ને કોઇક બેઠેલું મળી જ જશે. આ એક ગામડું હોવા જેવો એહસાસ છે.

ઈશાંતે ધોની સાથે એક ઘટનાને યાદ કરી. તેણે કહ્યું, એક મેચમાં બોલિંગ પૂર્ણ કર્યા બાદ માહી ભાઈએ મને પૂછ્યું- શું તું થાકી ગયો છે? મેં જવાબ આપ્યો, હાં, ખૂબ જ. પછી તેમણે કહ્યું, બેટા, તુમ બુઢે હો રહે હો, છોડ દો. દિલ્હીના ફાસ્ટ બોલરે એવુ પણ કહ્યું કે, એમએસ ધોનીનું ગુસ્સે થવુ સામાન્ય વાત નથી. જોકે, તેણે એક ટેસ્ટ મેચ દરમિયાનની ઘટનાને યાદ કરી જ્યારે ઈશાંતે થ્રો બરાબર નહોતો ઉઠાવ્યો તો ધોની ભડકી ગયો હતો. ઈશાંતે કહ્યું, મેં માહી ભાઈને ક્યારેય ગુસ્સામાં નથી જોયા પરંતુ, ત્યારે જ્યારે તેમણે બોલ ફેંક્યો અને તે નીચે પડી ગયો ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા. મેં તેમનું એ રૂપ (ગુસ્સો) જોયું. બીજો થ્રો હજુ વધુ જોરદાર હતો અને બોલ નીચે ચાલ્યો ગયો. પછી તેમણે અપશબ્દો સાથે કહ્યું- તેને હાથમાં મારી લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp