- Sports
- ધોનીની આ છેલ્લી IPL છે, રિટાયરમેન્ટ લેશે, કેદાર જાધવનો 2000 ટકાનો દાવો
ધોનીની આ છેલ્લી IPL છે, રિટાયરમેન્ટ લેશે, કેદાર જાધવનો 2000 ટકાનો દાવો
ચેન્નાઇ સુપરકિંગ્સ એટલે કે, CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2023નો હિસ્સો છે, પણ તેના પૂર્વ સાથીએ એક મોટો દાવો કર્યો છે કે ધોનીની આ છેલ્લી IPLની સીઝન છે. CSKના પૂર્વ ક્રિકેટર કેદાર જાદવે આ વાતનો 2000 ટકાનો દાવો કર્યો છે કે આ સીઝન ધોનીની છેલ્લી સીઝન હશે. ભલે તે સંપૂર્ણ રીતે ફીટ છે. કેદાર જાધવ આ સમયે IPLમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે અને ધોની CSK માટે 14મી અને કરિયરની 16મી સીઝન રમી રહ્યો છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને એમએસ ધોનીની નજીકના ગણાતા કેદાર જાદવે ક્રિકેટ નેક્સ્ટને હાલમાં જ આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, હું તમને 2000 ટકા નિશ્ચિતતા સાથે કહી શકું છું કે, IPLમાં એક ખેલાડીના રૂપમાં એમએસ ધોનીની આ છેલ્લી સીઝન હશે. હું તમને વિશેષ રૂપે કહી રહ્યો છું. ધોની આ જુલાઇમાં 42 વર્ષો થઇ જશે. જોકે, તે હજુ પણ એટલો જ ફિટ છે, ધોની આખરે એક માણસ પણ છે. તેથી, મને લાગે છે કે, આ તેની છેલ્લી સીઝન હશે.

પૂર્વ બેટ્સમેન કેદાર જાદવે આગળ કહ્યું કે, પ્રશંસકોએ તેની કોઇપણ મેચ મિસ ન કરવી જોઇએ, તેમણે મેદાનમાં તેની એકપણ બોલ મિસ ન કરવી જોઇએ અને તેની દરેક બોલ પર ચાંપતી નજર રાખવી જોઇએ. આપણે એ દિવસે પણ જિઓ સિનેમા પર રેકોર્ડ તોડ્યો જ્યારે ધોની બેટિંગ કરી રહ્યો હતો. ધોની જ્યારે રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ છેલ્લી અમુક ઓવરોમાં બેટિંગ કરી રહ્યો હતો તો એ સમયે 2.2 કરોડ લોકો તેને જોઇ રહ્યા હતા અને આ સીઝનનો રેકોર્ડ હતો, જ્યારે, એક સાથે આટલા બધા લોકો કોઇ મેચની લાઇવ સ્ટ્રીમીંગ જોઇ રહ્યા હતા.

