કાર્તિકે સચિન તેંદુલકર સાથે કરી શુભમન ગિલની તુલના, જણાવી બંને વચ્ચેની સમાનતાઓ

PC: twitter.com

શુભમન ગિલને ભારતીય ટીમના ભવિષ્યનો સ્ટાર કહેવામાં આવી રહ્યો છે અને આ બેટ્સમેને પોતાના નાનકડા કરિયરમાં ખૂબ પ્રભાવિત પણ કર્યા છે. તો ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે શુભમન ગિલ અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરની ટેક્નિકલી તુલના કરતા બંને વચ્ચેની સમાનતાઓનો ઉલ્લેખ કર્યો છે. એક સ્પોર્ટ વેબસાઇટ સાથે ચર્ચા કરવા દરમિયાન દિનેશ કાર્તિકે જણાવ્યું કે, શુભમન ગિલ પણ સચિન તેંદુલકરની જેમ પીચ પર સીધો ઊભો રહે છે.

દિનેશ કાર્તિકે જણાવ્યું કે, બૉલ ઉપર પહોંચવા સિવાય, શુભમન ગિલે પોતાના ફાયદા માટે બેટની તેજ ગતિનો પણ ઉપયોગ કર્યો. દિનેશ કાર્તિકે શુભમન ગિલ અને સચિન તેંદુલકરની તુલના કરતા કહ્યું કે, ટેક્નિકલી રૂપે ઘણી સમાનતાઓ છે. તમે જાણો છો કે, તેઓ જે પ્રકારે લાંબો ઊભા રહા છે, સચિન તેંદુલકર લાંબા નથી, પરંતુ તેઓ પીચ પર ઊભા રહે છે અને હંમેશાં બૉલ ઉપર રહે છે. શુભમન ગિલ ખૂબ સમાન, ઊંચા હાથ અને તેની પાસે આ ટ્રિગર મૂવમેન્ટ છે જ્યા તે પરત જાય છે અને અક્રોસ જઈને રાહ જુએ છે.

તેણે આગળ કહ્યું કે, આ જ કારણ છે કે તમે જોઈ શકો છો કે ક્યારેક ક્યારેક તેના બેટના સ્વિંગના કારણે આંતરિક કિનારો પણ લાગી જાય છે, પરંતુ સપાટ પીચ પર ઓછું મૂવમેન્ટ થાય છે. જે ગતિથી તે બેટને નીચે લાવે છે, તે તેને વાસ્તવમાં વિશેષ બનાવે છે. શુભમન ગિલ માટે હાલનું વર્ષ શાનદાર સાબિત થઈ રહ્યું છે અને આ વર્ષે તેના બેટથી દરેક ફોર્મેટમાં રન આવી રહ્યા છે. વન-ડે અને T20 ફોર્મેટમાં સદી લગાવ્યા બાદ શુભમન ગિલે ટેસ્ટ ફોર્મેટમાં પણ સદી લગાવી દીધી છે અને એ બેટ્સમેનોની ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે જેણે એક જ કેલેન્ડર વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં સદી લગાવી છે.

અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શુભમન ગિલે ત્રીજા દિવસે પોતાના કરિયરની બીજી સદી બનાવી. તેણે પહેલા 90 બૉલમાં અડધી સદી પૂરી કરી અને પછી 194 બૉલમાં સદી બનાવી, તેણે 128 રનોની ઇનિંગ રમી અને ભારતને સારી સ્થિતિમાં પહોંચાડવાનું કામ કર્યું. મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 480 રન બનાવ્યા હતા, જ્યારે ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં બેટિંગ કરતા 571 રન બનાવીને 91 રનની લીડ હાંસલ કરી છે. આજે છેલ્લો દિવસ છે અને બંને ટીમોની એક-એક ઇનિંગ બાકી છે એવામાં આ મેચ ડ્રો તરફ જઈ રહી છે તેમ કહેવું ખોટું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp