
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી અને તેમાં સચિન તેંદુલકર, સનથ જયસૂર્યા, શેન વોર્ન અને ગ્લેન મેકગ્રા, માઇકલ હસી જેવા તમામ દિગ્ગજોએ પોતાનો જલવો વિખેર્યો. જો કે, કેટલાક એવા દિગ્ગજ રહ્યા જે આ લીગથી એક્સપર્ટ તરીકે કે પછી કમેન્ટેટર તરીકે જોડાયા અને તેમાંથી એક નામ 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય વિજેતા ભારતીય ટીમના સભ્ય સુનિલ ગાવસ્કરનું પણ છે. દિગ્ગજ ઓપનારને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ પોતાની પસંદગીની ટીમ બતાવે, જેમાં તેઓ IPLમાં રમવાનું પસંદ કરતા.
આ સવાલ પર સુનિલ ગાવસ્કરે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો અને બે ટીમોના નામ જણાવ્યું. તેમાંથી એક ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે અને તેની પાછળ સુનિલ ગાવસ્કરે ખૂબ જ ખાસ કારણોનો ઉલ્લેખ કર્યો. સુનિલ ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સાથે મુંબઈ ઇન્ડિયન્સનું નામ પણ લીધું, જે IPL ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ છે અને તેમના ઘરેલુ રાજ્યની ફ્રેન્ચાઇઝી પણ છે. આ મહાન બેટ્સમેને વિસ્તારથી જણાવ્યું કે, તેઓ મહેન્દ્ર સિંહ ધોની સાથે સમય વિતાવવાનું પસંદ કરતા અને જોતા કે તેણે કેપ્ટનના રૂપમાં મેદાનની અંદર અને બહાર વસ્તુઓને કેવી રીતે નિયંત્રિત કરી અને ડ્રેસિંગ રૂમમાં અને ટીમ મીટિંગમાં તેણે ગુસ્સો કર્યો કે નહીં.
IPLના 15 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરવા દરમિયાન સુનિલ ગાવસ્કરે કહ્યું કે, મુંબઈ ઇન્ડિયન્સ બીજું કોણ? જો નહીં તો હું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવાનું પસંદ કરીશ, ચેન્નાઈ સુપર કિંગ્સ બે કારણે, ચેન્નાઇન માલિક ક્રિકેટ બાબતે ભાવુક છે, તેમણે રમત માટે ઘણું બધુ કર્યું છે. શ્રીનિવાસન સરે ક્રિકેટ માટે ઘણું બધુ કર્યું છે. પૂર્વ ભારતીય ઑપનર સુનિલ ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવાનું બીજું મોટું કારણ હાલના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બતાવ્યું.
તેમને કહ્યું કે, અને બીજું મોટું કારણ મહેન્દ્ર સિંહ ધોની સાથે ડ્રેસિંગ રૂમાં બેસવું અને જોવાનું હશે કે તે ટીમની કેપ્ટન્સી કેવી રીતે કરે છે. શું તે ડ્રેસિંગ રૂમમાં એટલો જ શાંત અને સંયમિત છે જેટલો તે મેદાન પર છે? શું તે ગુસ્સો કરે છે જ્યારે કોઈએ કેચ છોડી દીધો હોય કે કોઈ ફિલ્ડર બેકઅપ નથી કરતો? એ હું જાણવા માગું છું. એક બેટ્સમેન તરીકે તે સંદીપ પાટીલને રમતા જોવા માગું છું. તેમણે ઓલરાઉન્ડર તરીકે દિગ્ગજ કપિલ દેવ અને બોલર તરીકે બી.એસ. ચંદ્રશેખરને રમતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp