‘પંડ્યા નહીં રમી શકે ટેસ્ટ ક્રિકેટ’, જાણો કપિલ દેવે કેમ આપ્યું આ બોલ્ડ નિવેદન

વર્ષ 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ કપિલ દેવે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે હાર્દિક પંડ્યાની ફિટનેસથી લઈને તેના ટેસ્ટ ક્રિકેટ રમવા પર પોતાની વાત રાખી. કપિલ દેવના જણાવ્યા મુજબ, હાર્દિક પંડ્યા ખૂબ ફિટ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ નહીં રમી શકે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ વર્ષ 2017માં શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ વર્ષ 2018માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમ્યા બાદ તેણે ક્યારેય ભારત માટે સફેદ જર્સી પહેરી નથી.

વર્ષ 2018માં એશિયા કપમાં હાર્દિક પંડ્યાને પીઠમાં ઇજા થઈ હતી. ત્યારબાદ તે લિમિટેડ ઓવર્સ ક્રિકેટ (વન-ડે અને T20)માં જ રમી રહ્યો છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટથી ખૂબ દૂર છે. હાલમાં જ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને એક નિવેદન આપ્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે, જો ભારતને વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સફળ થવું હોય તો તેને બેન સ્ટોક્સ જેવો ઓલરાઉન્ડર જોઈએ છે. આ જ બહેસ વચ્ચે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કપિલ દેવને પૂછવામાં આવ્યું કે ‘શું હાર્દિક પંડ્યા ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડરના રૂપમાં રમી શકશે?

આ સવાલના જવાબમાં પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, ‘મને નથી લાગતું કે હાર્દિક પંડ્યા કરી શકશે. મેં તેનો “બોલબોર્ડ ટુડે”માં ફોટોગ્રાફ જોયો, મને ખબર નથી કે તેણે કંઈક ટચ-અપ કર્યું હતું, પરંતુ તેની બોડી સારી દેખાઈ રહી હતી, એવી ફિટનેસ ભારતમાં ઘણા ઓછા લોકોની હોય છે. હાર્દિક પંડ્યાએ પોતાની કુશળતા મુજબ વધારે ક્રિકેટ રમવી જોઈએ અને તે ફિટ છે તો ટેસ્ટ ક્રિકેટ પણ રમવી જોઈએ. નોંધનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ 11 મેચ રમી છે, જેમાં તેણે 532 રન બનાવ્યા અને 17 વિકેટ લીધી છે.

હાર્દિક પંડ્યાને લઈને ભારતીય દિગ્ગજને વધુ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમારા પછી જો કોઇ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરનું નામ લેવામાં આવે છે તો તે છે હાર્દિક પંડ્યાનું, તમારા મુજબ ભારતીય ક્રિકેટમાં એવા ખેલાડી વધારે કેમ આવી શકતા નથી? તેના પર કપિલ દેવે કહ્યું કે, મને નથી લાગતું કે ખેલાડીઓની તુલના કરવી યોગ્ય છે. છેલ્લા 20-30 વર્ષોમાં ભારતીય ક્રિકેટે ટીમને ઘણા શાનદાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર આપ્યા છે. ભારતીય ટીમને પેસ બોલિંગ ઓલરાઉન્ડર સાથે સાથે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરની પણ જરૂરિયાત છે. એવું નથી કે ભારતીય ટીમ પાસે આ સમયે એક પણ ઓલરાઉન્ડર નથી. અત્યારે ભારતીય ટીમ પાસે સારા ઓલરાઉન્ડર છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન સારું પ્રદર્શન કરી રહ્યા છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.