સુનિલ ગાવસ્કરે મીડિયાને આપી મોટી સલાહ, બોલ્યા- વિદેશી કમેન્ટેટરોને ન પૂછો આ વાત

PC: indianexpress.com

વર્ષ 2023માં ભારતમાં આયોજિત થનારો વન-ડે વર્લ્ડ કપ થોડા મહિના જ દૂર છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ કથિત રીતે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાંથી 15 ખેલાડીઓને માર્કી ઇવેન્ટ માટે પસંદ કરવામાં આવશે. જો કે, બોર્ડે આ પુલ સિવાય પણ અન્ય ખેલાડીઓ માટે દરવાજો ખુલ્લો છોડી રાખ્યો છે, પરંતુ એ શરત કે ઘરેલુ સર્કિટમાં તેણે અસાધારણ પ્રદર્શન કર્યું હોય. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે કહ્યું કે, વિદેશી કમેન્ટેટર્સ પર ધ્યાન આપવું ન જોઇએ.

BCCIએ જે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, તેમના લિસ્ટને સાર્વજનિક કરી નથી. એવામાં કેટલાક ખેલાડીઓની નિંદા થઇ અને કેટલાકના વખાણ કરવામાં આવ્યા છે, જે અત્યાર સુધી ટીમમાંથી બહાર છે. મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે ભારતીય મીડિયાને સલાહ આપી છે કે, તેઓ વિદેશી કમેન્ટેટરોને એમ ન પૂછે કે તેઓ વન-ડે વર્લ્ડ કપમાં કોને જગ્યા આપશે. તેમણે પોતાના તર્કનું સમર્થન કરતા દાવો કર્યો કે, કઇ રીતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 દરમિયાન કોમેન્ટેટરો દ્વારા એક ખેલાડીનું મજાક ઉડાવવામાં આવ્યું અને તે એક યોગ્ય ઉમેદવારથી આગળ ભારતની વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મેળવી ગયો.

એ સિવાય તેમણે જે ખેલાડીનું નામ ન લીધું, તેનું કદાચ જ ઈંગ્લેંડમાં ભારતીય ટીમ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો કેમ કે સેમીફાઇનલમાં બહાર થઇ ગઇ હતી. એક અખબાર માટે લખેલી કોલમમાં સુનિલ ગાવસ્કરે કહ્યું કે, આશા છે કે આપણી મીડિયા વિદેશી કમેન્ટેટરો પાસે એ સવાલ પૂછવા નહીં જાય કે ભારત માટે કોને પસંદ કરવા જોઇએ. એ ક્યારેય ન ભૂલો કે આ કમેન્ટેટર પોતાના દેશ પ્રત્યે વફાદાર છે અને વાસ્તવમાં એવા નામોનું સૂચન કરી શકે છે જેની ભારતને જરૂરિયાત નથી.

આપણે જોયું કે ગત વર્લ્ડ કપમાં શું થયું હતું, જ્યાં એ સીઝનની IPL દરમિયાન વિદેશી કમેન્ટેટરો દ્વારા એક નવા નામ પર ભાર આપવામાં આવ્યો હતો અને અંતે તેને પસંદ કરવામાં આવ્યો હતો અને ભારત કદાચ જ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શક્યું હતું. ક્રિકેટ ખૂબ લોકપ્રિય છે એવામાં એ સમજમાં આવે છે કે ક્રિકેટને લઇને ન્યૂઝ જરૂરી છે, પરંતુ સારું હશે કે આપણે વિદેશીઓને એ ન પૂછીએ કે આપણી ટીમ કેવી હોવી જોઇએ કેમ કે ત્યારે આપણે ભારતીય ફેન્સ હસી પાત્ર બની શકીએ છીએ અને એ મજાકની વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp