કોહલી અને શર્મા માટે ભારતીય T20 ટીમના દરવાજા બંધ? કોચ દ્રવિડે આપ્યો મોટો સંકેત

PC: jagranjosh.com

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓ માટે હવે ભારતીય T20 ટીમના દરવાજા બંધ દેખાઈ રહ્યા છે. તેનો અંદાજો ગત વર્ષે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં મળેલી હાર બાદ જ આવી ગયો હતો. પરંતુ, હવે તેના મજબૂત સંકેત કોચ રાહુલ દ્રવિડે પણ આપી દીધા છે. શ્રીલંકા વિરુદ્ધ બીજી T20 મેચમાં હાર બાદ દ્રવિડે કહ્યું છે કે, અમારું સંપૂર્ણ ફોકસ હવે માત્ર વર્લ્ડ કપ 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર છે. જ્યારે, T20 ટીમમાં યુવાઓને જ તક આપવામાં આવશે અને આ તેમને અજમાવાની સારી તક પણ છે.

એટલે કે રાહુલ દ્રવિડે નામ લીધા વિના જ સ્પષ્ટ કરી દીધુ છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ હવે માત્ર વનડે અને ટેસ્ટ પર જ ધ્યાન આપવાનું રહેશે. કારણ કે, આ વર્ષના અંતમાં વનડે વર્લ્ડ કપ ભારતની મેજબાનીમાં જ રમાશે. જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી 4 ટેસ્ટ મેચ રમવાની છે. તેમા જીતવુ ખૂબ જ જરૂરી છે. જ્યારે, કોહલી અને રોહિતે પોતાની છેલ્લી T20 મેચ વર્લ્ડ કપમાં જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલ રમી હતી. તેમા ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હાર મળી હતી. ત્યારબાદ, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર T20 સીરિઝ રમી, જેમા હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે હાર્દિકની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ સતત બીજી T20 સીરિઝ રમી રહી છે. એમાં પૂરી સંભાવના છે કે, હાર્દિકને જ નવો T20 કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

દ્રવિડે શ્રીલંકા વિરુદ્ધ પુણે મેચ હાર્યા બાદ કહ્યું, ભારતીય ટીમે જે છેલ્લી સેમિફાઇનલ (T20 વર્લ્ડ કપ) રમી હતી, તેના માત્ર 3-4 છોકરાઓ જ આ મેચ (શ્રીલંકા વિરુદ્ધ) પ્લેઈંગ-11માં રમી રહ્યા છે. અમારે આવનારા T20 શિડ્યૂલને ધ્યાનમાં રાખીને એકદમ જ અલગ સ્ટેજ પર છે. આ જ કારણ છે કે, અમારી ટીમ યુવાન છે અને શ્રીલંકા જેવી મજબૂત ટીમ સાથે રમીને સારો અનુભવ રહ્યો છે. તેમા સારી વાત એ છે કે, અમારું સંપૂર્ણ ધ્યાન વનડે વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર છે. એવામાં T20એ અમને આ યુવાઓને અજમાવવાની સારી તક આપી છે.

જણાવી દઈએ કે, ભારત અને શ્રીલંકાની વચ્ચે ત્રણ મેચોની T20 સીરિઝ 1-1થી બરાબર પર છે. હવે ત્રીજી અને નિર્ણાયક મેચ શનિવાર (7 જાન્યુઆરી)ના રોજ રાજકોટમાં રમાશે. સીરિઝની બીજી મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા શ્રીલંકન ટીમે 6 વિકેટ પર 206 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન દાસુન શનાકાએ 22 બોલ પર 56 રનની ઈનિંગ રમી. જ્યારે, કુસલ મેંડિસે 31 બોલ પર 52 રન બનાવ્યા. 207 રનોના ટાર્ગેટના જવાબના જવાબમાં ભારતીય ટીમ 8 વિકેટ પર 190 રન જ બનાવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp