દ્રવિડે શ્રેયસ ઐય્યરને પ્લેઇંગ XIમાં સામેલ કરવાને લઇને જુઓ શું કહ્યું

PC: twitter.com/ShreyasIyer15

હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે. આ બંને ટીમો વચ્ચે 17 ફેબ્રુઆરી એટલે કે કાલથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ આ અગાઉ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ભાગ લીધો અને મેચની તૈયારીઓને લઇને મહત્ત્વની વાતચીત કરી હતી. કોચ રાહુલ દ્રવિડે યુવા બેટ્સમેં શ્રેયસ ઐય્યરને સીધો પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે.

તેમણે એ જણાવ્યું કે, જો શ્રેયસ ઐય્યર પોતાની ફિટનેસ સાબિત કરીને ટેસ્ટ મેચનો લોડ લઇ શકે છે તો તેને સીધી પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળશે. શ્રેયસ ઐય્યર પીઠની ઇજાના કારણે નાગપુરમાં થયેલી પહેલી ટેસ્ટમાં રમ્યો નહોતો, જ્યારે આ અગાઉ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વન-ડે સીરિઝમાં પણ તે રમી શક્યો નહોતો. છેલ્લા કેટલાક દિવસોથી તે નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં પોતાની ઇજાથી બહાર આવી રહ્યો હતો અને હવે તે ફિટ થઇને દિલ્હી ટેસ્ટ મેચમાં વાપસી કરવા તૈયાર છે, પરંતુ રાહુલ દ્રવિડે એ એ સ્પષ્ટ કરી દીધું છે કે શ્રેયસ ઐય્યર ટેસ્ટ મેચનો ભાર ઉઠાવી શકે છે તો તે જરૂર પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના હેડ કોચ રહાઉલ દ્રવિડે આ સંદર્ભમાં કહ્યું કે, મને ખુશી છે કે શ્રેયસ ઐય્યર પાછો આવી ગયો છે અને તે ફિટ છે. અમે કેટલાક દિવસની પ્રેક્ટિસ બાદ નિર્ણય લઇશું. તેનું કાલે  લાંબુ પ્રેક્ટિસ સેશન રહ્યું, તેણે આજે કેટલીક પ્રેક્ટિસ કરી છે. અમે આજે પણ તેની ફિટનેસનું આંકલન કરીશું અને જોઇશું કે સાંજે તે કેવું અનુભવે છે, પરંતુ નિશ્ચિત રૂપે જો તે ફિટ છે અને રમવા માટે તૈયાર છે અને ટેસ્ટ મેચનો ભાર ઉઠાવવા તૈયાર છે તો તેના પ્રદર્શનનો અર્થ છે કે તે સીધો ટીમમાં સામેલ થશે.

હવે સવાલ એ ઉઠે છે કે જો શ્રેયસ ઐય્યરની ટીમમાં વાપસી થાય છે તો કોનું પત્તું કપાશે. શ્રેયસ ઐય્યર મિડલ મોર્ડરમાં રમે છે, એવામાં સૂર્યકુમાર યાદવને બીજી ટેસ્ટથી બહાર કરી શકાય છે. નાગપુર ટેસ્ટ સૂર્યકુમાર યાદવે ડેબ્યૂ કર્યું હતું અને તે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. સૂર્યકુમાર યાદવ આ સમયે T20નો નંબર-1 બેટ્સમેન છે. 28 વર્ષીય શ્રેયસ ઐય્યરના ટેસ્ટ રેકોર્ડ જોઇએ તો તે 7 ટેસ્ટની 12 ઇનિંગમાં બેટિંગ કરવા ઉતર્યો. આ દરમિયાન તેણે એક સદી અને 5 અડધી સદી લગાવી. એટલે કે દરેક બીજી ઇનિંગમાં તે 50 કે તેથી વધુ રનની ઇનિંગ રમી રહ્યો છે. ગત દિવસોમાં તેણે બાંગ્લાદેશમાં પણ 2 અડધી સદી બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp