WTC ફાઇનલમાં ડ્યુક બોલથી ભારતીય બોલરો વધુ ખતરનાક બની શકે છે, લાબુશેને ચેતવણી આપી

PC: timesapplaud.com

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી રમાશે. આ મેચ પહેલા ખેલાડીઓ વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાના પ્રમુખ ટેસ્ટ બેટ્સમેન માર્નસ લાબુશેને સ્વીકાર્યું છે કે, ઓવલ ખાતે 7 જૂનથી શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ભારતીય બોલરોનો સામનો કરવો આસાન નહીં હોય, પરંતુ તેણે કહ્યું કે, કાઉન્ટી ક્રિકેટ રમવાથી તેને આ મહત્વની મેચ અને તે પછી એશિઝની તૈયારીઓમાં ઘણી મદદ મળી છે. લાબુશેને કહ્યું કે, ભારતે ભલે તેના ઘર આંગણે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી તેમના સ્પિનરોના બળે જીતી હશે, પરંતુ WTC ફાઇનલમાં ડ્યુક્સ બોલમાં તેમના પેસરો ખતરનાક સાબિત થઈ શકે છે.

ભારતે તેમના ઝડપી બોલિંગ વિભાગમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટનો સમાવેશ કર્યો છે, જ્યારે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ અંતિમ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે દાવેદાર રહેશે.

લાબુશેને કહ્યું, 'બે મહિના પહેલા અમે ભારત સામે રમ્યા હતા અને અમારો અભિપ્રાય સ્પષ્ટ છે કે તેઓ શું કરી શકે છે, પરંતુ ડ્યુક્સ બોલ હાથમાં હોવાથી તેઓ (ભારતીય પેસરો) તેમની કુશળતા વધુ સારી રીતે પ્રદર્શિત કરવા સક્ષમ હશે.'

જો કે, લાબુશેન કાઉન્ટી ક્રિકેટ રમ્યા બાદ સારું પ્રદર્શન કરવાનો વિશ્વાસ ધરાવે છે. તેણે કાઉન્ટી મેચોની આઠ ઇનિંગ્સમાં બે સદીની મદદથી 504 રન બનાવ્યા હતા.

તેણે ICCની વેબસાઈટને કહ્યું, 'હું છેલ્લા પાંચ વર્ષથી અહીં આવી રહ્યો છું અને મને કાઉન્ટી ક્રિકેટ રમવું ગમે છે. તે ઘણી મદદ કરે છે અને પછી આ વર્ષે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને એશિઝ છે. તેથી આ મેચો પહેલા કાઉન્ટી ક્રિકેટ રમવાથી ઘણી મદદ મળે છે.'

લાબુશેને એમ પણ કહ્યું કે, ત્રીજા નંબર પર બેટિંગ કરવાને કારણે તેની જવાબદારીઓ વધી જાય છે. તેણે કહ્યું, 'તે સ્વાભાવિક છે કે જે કોઈ પણ ઓસ્ટ્રેલિયા માટે ત્રીજા નંબર પર બેટિંગ કરશે તેના પર ઘણી જવાબદારી હશે. 2019માં પણ (એશિઝ માટે ઇંગ્લેન્ડમાં છેલ્લી વખત) તે મારી જવાબદારી હતી, રન બનાવવાનું મારું કામ હતું અને જો હું રન ન બનાવીશ તો તેઓ (ઓસ્ટ્રેલિયા ટીમ મેનેજમેન્ટ) મારું કામ કરવા માટે અન્ય કોઈને શોધી લેશે અને તે કરશે. પરંતુ આવું ફરી ક્યારેય નહીં થાય. કારણ કે તે બદલાવાનું નથી, તે પોતે શક્ય તેટલી રમતોમાં વધુ રન બનાવવા અને ટીમમાં પોતાનું યોગદાન આપવાના રસ્તાઓ શોધતો જ રહે છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp