વર્લ્ડ કપના સમયે આ કંપનીઓ કરાવશે જોરદાર કમાણી, જાણો કઈ રીતે

PC: enrichmoney.in

આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપનું આયોજન થઇ રહ્યું છે. 5 ઓક્ટોબરથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થવા જઇ રહી છે. આ પહેલીવાર છે જ્યારે ભારત એકલું આ ટૂર્નામેન્ટને ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. જેની અસર ઘણા સેક્ટર અને કંપનીઓના બિઝનેસ પર પડવાની છે. જેમાં હોટલ, એરલાઇન્સ, રેસ્ટોરાં અને ટ્રાવેલ કંપની સામેલ છે. સાથે જ તેમના ઈન્વેસ્ટર્સને તાબડતોડ કમાણી થઇ શકે છે. વર્લ્ડ કપ સમયે આ સેક્ટરની કંપનીઓના પ્રોડકટ્સની ડિમાન્ડ વધશે. આમાં ઘણી કંપનીઓના સ્ટોક્સ શેર બજારમાં લિસ્ટેડ છે. જેમના રોકાણકારોને વર્લ્ડ કપ દરમિયાન કંપનીઓને થતા ફાયદાને લીધે સારો નફો મળી શકે છે.

આ સેક્ટર્સને થશે વધારે ફાયદો

વર્લ્ડ કપ દરમિયાન ક્વિક સર્વિસ રેસ્ટોરેન્ટ સેગમેન્ટમાં સારી ડિમાન્ડ જોવા મળી શકે છે. જિયોજિત ફાયનેંશિયલ સર્વિસિસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહનું કહેવું છે કે, હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટર આ સમયે બુલિશ છે. સાથે જ ટ્રાવેલિંગ વધવાને કારણે એરલાઇંસ ઈન્ડસ્ટ્રીને પણ સારો ફાયદો મળી શકે છે. આ દરેક સેગમેન્ટ્સમાં જી20 સમિટ અને ત્યાર પછી સતત થનારા ઈવેન્ટ્સથી ગ્રોથની આશા છે.

ગૌરાંગનું કહેવું છે કે, તહેવારની સીઝનની સાથે સાથે ક્રિકેટ વર્લ્ડ કપ અને ત્યાર પછી લગ્નની સીઝન શરૂ થવાથી આ દરેક સેક્ટરને લાંબા સમય સુધી ફાયદો થવાનો છે. માટે આ કંપનીઓના શેર સારું પ્રદર્શન કરી શકે છે.

આ કંપનીઓના શેર કમાલ કરશે

જો આ સેક્ટરની કંપનીઓને જોઇએ તો ‘તાજ’ બ્રાન્ડની હોટલ ચલાવનારી કંપની ઈન્ડિયન હોટલ્સ, લેમન ટ્રી હોટલ્સને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત વેસ્ટલાઇફ ફૂડ વર્લ્ડ, જુબિલેંટ ફૂડવર્ક્સ, રેસ્ટોરેન્ટ બ્રાન્ડ્સ એશિયા વગેરેના શેર પર નજર રાખી શકાય છે. તો પેપ્સીની બોટલિંગ કરનારી કંપની વરુણ બેવરેજેસના શેર પણ કમાલ કરી શકે છે.

ટ્રાવેલ સેગમેન્ટ્સમાં ઈન્ડિગો અને ICRTCના શેર પર નજર રાખી શકાય છે. આ બંને કંપનીઓમાં રેવેન્યૂ વધવાની આશા છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક કમ્પોનેંટ બનાવનારી કંપનીઓના શેરો પણ ફોકસ કરી શકાય છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.અહીં આપવામાં આવેલા તથ્યો માત્ર જાણકારી માટે છે. આ રોકાણ કરવાની સલાહ આપતા નથી. કશે પણ રોકાણ કરવા પહેલા પોતાના સલાહકારની સલાહ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp