
ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા 1લી ODIમાં એક વિચિત્ર દૃશ્ય એ સમયે જોવા મળ્યું જ્યારે બેલ્સની ખરાબ બેટરીને કારણે થર્ડ અમ્પાયરે બેટ્સમેનને નોટઆઉટ જાહેર કર્યો. જી હા, આજથી પહેલા તમે ક્રિકેટના મેદાન પર આવી ઘટના બનતી જોઈ કે સાંભળી નહીં હોય. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ઓકલેન્ડમાં રમાઈ હતી, જ્યાં યજમાન ટીમે 198 રનના મોટા માર્જિનથી મેચ જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.
આ ઘટના શ્રીલંકાના દાવની 18મી ઓવરમાં બની હતી, જ્યારે કરુણારત્ને ટિકનરની મિડ-વિકેટના ચોથા બોલ પર બે રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ એકદમ ચુસ્ત કિવી ફિલ્ડરોની સામે તે શક્ય બન્યું ન હતું. કરુણારત્ને બીજા રન માટે દોડ્યો હતો, પરંતુ જ્યારે તે નોટ-સ્ટ્રાઈકરના છેડે પાછો આવી રહ્યો હતો ત્યારે ટિકનરે તેને રનઆઉટ કર્યો હતો.
અમ્પાયરે તરત જ પોતાનો નિર્ણય થર્ડ અમ્પાયરને મોકલી આપ્યો. રિપ્લેમાં જોવામાં આવ્યું હતું કે, ટિકનરનો બોલ સ્ટેમ્પ પર લગાવવા પહેલાં કરુણારત્ને ક્રિઝની અંદર આવી શક્યો ન હતો, પરંતુ ત્યાં સુધીમાં બેલ્સમાં લાઈટનો પ્રકાશ પણ થયો ન હતો, જેના કારણે કરુણારત્નેને થર્ડ અમ્પાયર દ્વારા નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
Not out 🏏 due to dead battery 😂#SparkSport #NZvSL pic.twitter.com/tYE044lemd
— Spark Sport (@sparknzsport) March 25, 2023
ઓકલેન્ડમાં રમાઈ રહેલી આ શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ચાડ બોવ્સ અને ફિન એલન ઓપનિંગ કરવા મેદાન પર આવ્યા હતા. એલન શાનદાર ફોર્મમાં હતો અને પ્રથમ બે ઓવરમાં તેણે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી 14 રન બનાવ્યા જેમાં એલનના બે ચોગ્ગા સામેલ હતા.
ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન આ મેચ બેલ્સ સાથે જોડાયેલી એક ઘટના પણ બની હતી. એલન જ્યારે 6 બોલમાં 9 રન બનાવીને ક્રિઝ પર હતો ત્યારે રજિથાનો હાઈ પેસ બોલ પિચ પર પડતાં ઓફ સ્ટમ્પ સાથે અથડાયો હતો. બોલ અથડાવાનો અવાજ પણ સંભળાયો હતો, જે બાદ સ્પાર્ક સ્પોર્ટ માટે કોમેન્ટ્રી કરી રહેલા ક્રેગ મેકમિલને 'બોલ્ડ' એમ બૂમો પાડી હતી. જો કે, સેકન્ડોમાં જ તે સ્પષ્ટ થઈ ગયું હતું કે, એલન પેવેલિયનમાં પાછો ફરશે નહીં કારણ કે સ્ટમ્પ્સ પરની બેલ્સ નીચે પડી ન હતી. આ જોઈને શ્રીલંકાના ખેલાડીઓ નિરાશ થઈ ગયા, જ્યારે એલન પોતે પણ પોતાના નસીબ પર વિશ્વાસ કરી શક્યો ન હતો. ત્યારબાદ એલને સ્થિર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તેણે 49 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. તેણે 5 ફોર અને 2 સિક્સર પણ ફટકારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp