ટીમને જીત અપાવવા કાંગારૂ ક્રિક્રેટરની શરમજનક હરકત, મળી આ સજા

PC: yahoo.com

પોતાની ટીમને જીત અપાવવા માટે કાંગારુ ક્રિક્રેટરે શરમજનક હરકત કરી હતી, પરંતુ વીડિયોમાં તે ઝડપાઇ ગયો હતો અને તેની પર 4 વર્ષ માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ ખેલાડીએ પીચને ખોદી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

પર્થમાં રમાયેલી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં પર્થ CC અને Bayswater વચ્ચે થઇ હતી. આ મેચમાં ભલે પર્થ CC ટીમને જીત મળી હતી, પરંતુ જીત્યા મેળવ્યા પછી ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે.

ESPN  ક્રિક ઇન્ફોના એક અહેવાલ મુજબ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ટીમના બેસ્ટમેન સેમ ફેનિંગ પર ફાઇનલ મેચમાં પીચ સાથે છેડછાડ કરવાનો આરોપ લાગ્યો છે અને તેની પર  4 વર્ષ માટે કિક્રેટ રમવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

વીડિયોમાં સેમ ફેનિંગ પીચ સાથે છેડછાડ કરતો દેખાયો હતો. મેચ દરમિયાન સેમ ફેનિંગ પોતાના જૂતાથી પીચ પર ખાડો ખોદવાનો પ્રયાસ કરતા પકડાયો હતો. આ ઘટના પહેલા દિવસની રમત પુરી થયા પછી બની હતી. દિલચસ્પ વાત એ છે કે આ ઘટના સામે આવી તે પહેલા સેમ ફેનિંગે 197 બોલમાં 123 રન બનાવ્યા હતા અને પછી તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સેમ પર 4 વર્ષનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

દરમિયાન, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઉચ્ચ પ્રદર્શનના જનરલ મેનેજર, કેડ હાર્વેએ ફેનિંગ સામે કડક પગલાં લેવાની હાકલ કરતાં કહ્યું, સેમ સાથે સંકળાયેલી ઘટના વિશે જાણીને અમે નિરાશ છીએ, જેમાં અમારા નિયમોનું પ્રતિબિંબ પડતું નથી. દંડ ઉપરાંત, અમે સેમ સાથે કામ કરીને તેને નિયમો કેવી રીતે જાણવા અને આગળ વધવા માટે વધુ સારા નિર્ણયો લેવા તે શીખવીશું.

પીચ સાથે છેડછાડ કરવી અથવા અન્યથા પીચને નુકસાન પહોંચાડવું એ કાયદા 41.12 (ફિલ્ડર્સ) અને 41.13 (મેરીલેબોન ક્રિકેટ ક્લબMCC)ના કાયદા હેઠળ ગેરકાયદેસર કાર્યવાહી છે. આ બોલર અથવા ફિલ્ડરને પિચના સંરક્ષિત વિસ્તાર સાથે ઇરાદાપૂર્વક ચેડા કરતા અટકાવે છે.

જો કોઇ  ફિલ્ડર પીચને નુકશાન પહોંચાડે છે , તો બેટીંગ કરનારી ટીમને 5 રન બોનસ પેટે આપવામાં આવે છે. જો બોલર 3 વખત આવું કરે તો તેને બોલિંગમાંથી હટાવી દેવામાં આવે છે અને એ ઇનિંગમાં તે બોલર બોલિંગ કરી શકતો નથી.

ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા સેમ ફેનિંગે વર્ષ 2022-23 દરમિયાન પોતાનું શેફીલ્ડ શીલ્ડ ડેબ્યુ પણ કર્યું હતું, જેને કારણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમને લગાતર ખિતાબ મેળવવામાં મહત્ત્વની મદદ મળી. સેમ ફેનિંગે સિડની મેદાન પર ન્યૂ સાઉથ વેલ્સની સામે ઓછા સ્કોર વાળી મેચમાં 61 રનની તોફાની બેટીંગ કરી હતી. સેમએ T-20 વર્લ્ડકપની અભ્યાસ મેચમાં ભારત સામે હાફ સેન્ચુરી મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp