સોશિયલ મીડિયા પર ભૂવીએ એવું શું કર્યું કે થઈ રહી છે સંન્યાસની વાતો

PC: cricketcountry.com

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના બૉલથી પાકિસ્તાની ઑપનર બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કરીને ડેબ્યૂ કરનાર ભુવનેશ્વર કુમારના સંન્યાસ લેવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે. ભુવનેશ્વર કુમારને ઇન્ટરનેશનલ મેચ રમ્યાના પણ ઘણા મહિના થઈ ગયા છે. તેણે અંતિમ મેચ ગયા વર્ષે જ રમી હતી. જો કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેણે ફરી એક વખત ધાર દેખાડી, પરંતુ ભારતીય ટીમમાં અત્યાર સુધી વાપસી કરવામાં નિષ્ફળ રહ્યો છે.

એવામાં ભુવનેશ્વર કુમારે સોશિયલ મીડિયા પર કંઈક એવું કરી દીધું છે, જેનાથી તેના ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાના સમાચારો તેજ થઈ ગયા. ચાલો જાણીએ શું છે આખો મામલો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેના કારણે આ આખો મામલો શરૂ થયો છે. તે પોસ્ટમાં ભુવનેશ્વર કુમારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાં ઇન્ડિયન ક્રિકેટરની જગ્યાએ માત્ર ઇન્ડિયન કરી દીધું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા પર આ બદલાવ બાદ ભુવનેશ્વર કુમાર ઇન્ટરનેશનલ ક્રિકેટથી જલદી જ સંન્યાસ લઈ શકે છે.

ઘણા યુઝર્સનું માનવું છે કે, ભુવનેશ્વર કુમાર હવે ભારતીય ટીમમાં વાપસી નહીં કરી શકે, પરંતુ ઘણા યુઝર ઈચ્છે છે કે તે ફરી એક વખત ટીમમાં વાપસી કરે. ભુવનેશ્વર કુમારને ગયા વર્ષે T20 વર્લ્ડ કપ અને એશિયા કપમાં રમવાનો ચાંસ મળ્યો હતો. બંને જ ટૂર્નામેન્ટમાં તે પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો. અંતિમ ઓવરમાં તેની જોરદાર ધોલાઈ થઈ હતી. પોતાની કંજૂસી ભરેલી બોલિંગ કરવા માટે પ્રખ્યાત ભુવનેશ્વર કુમારને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવાનો ચાંસ મળ્યો. એ સીરિઝ બાદ જ ત ટીમમાં વાપસી કરી શક્યો નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભુવનેશ્વર કુમારે પહેલા ‘ઇન્ડિયન ક્રિકેટર’ લખ્યું હતું, ત્યારબાદ તેને બદલી દીધું. જો કે, ઇન્સ્ટાગ્રામમાં ભુવનેશ્વર કુમારની પ્રોફાઇલ પર અત્યારે પણ ‘ઇન્ડિયન’ જ લખેલું છે. તે પહેલો એવો ક્રિકેટર નથી, જેણે પોતાના પ્રોફાઇલ પર ઇન્ડિયન ક્રિકેટર નહીં, પરંતુ ઇન્ડિયન જ લખ્યું છે. ભુવનેશ્વર કુમારે વર્ષ 2012માં પાકિસ્તાન વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્ષ 2013માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું, પરંતુ તે ટેસ્ટમાં વધુ સફળ ન રહ્યો.

વર્ષ 2018માં પોતાની અંતિમ ટેસ્ટ રમનારા ભુવનેશ્વર કુમારે 21 ટેસ્ટ રમી છે, તો 121 વન-ડે ઇન્ટરમેશનલ મેચ રમી છે. જ્યારે 87 T20 મેચ રમી છે. ભુવનેશ્વર કુમાર એ જ બોલર છે જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સચિન તેંદુલકરને ઝીરો પર આઉટ કરી દીધા હતા. તેમણે ઇન્ટરનેશનલ ડેબ્યૂમાં પણ પાકિસ્તાની ઑપનર બેટ્સમેનને પોતાના લહેરાતી બૉલથી આશ્ચર્યચકિત કરી દીધો હતો અને બોલ્ડ કરીને શાનદાર અંદાજમાં વિકેટ હાંસલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp