WC 2023 માટે આ દિગ્ગજને પાછો લાવવા માગે છે ઇંગ્લેન્ડ, એકલાના દમ પર પલટે છે મેચ

PC: outlookindia.com

ઇંગ્લેન્ડની ટીમે પોતાના વર્લ્ડ કપ 2023ની તૈયારી શરૂ કરી દીધી છે. જો કે, ડિફેન્ડિંગ ચેમ્પિયનને આ વખત દુનિયાના શાનદાર ઓલરાઉન્ડરમાંથી એક બેન સ્ટૉક્સનો અભાવ અનુભવાઈ શકે છે. તેનું કારણ એ છે કે બેન સ્ટોક્સ વન-ડે ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે, પરંતુ ઇંગ્લેન્ડનું ટીમ મેનેજમેન્ટ એ પ્રયાસ કરી રહ્યું છે કે, બેન સ્ટોક્સ રિટાયરમેન્ટમાંથી પાછો આવીને વર્લ્ડ કપ રમે. ઇંગ્લેન્ડની ટીમના સીમિત ઓવરના કોચ મેથ્યૂ મોટના જણાવ્યા મુજબ, કેપ્ટન જોસ બટલર આ બાબતે બેન સ્ટોક્સ સાથે વાત કરશે.

બેન સ્ટોક્સે વર્કલોડના કારણે ગયા વર્ષે વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. સંન્યાસની જાહેરાત કરતા બેન સ્ટોક્સે કહ્યું હતું કે, તે વન-ડે ક્રિકેટમાં પોતાનું 100 ટકા આપી શકતો નથી અને આ જ કારણે તેણે આ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડે જ્યારે પહેલી વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી, તો તેમાં બેન સ્ટૉક્સની ખૂબ મહત્ત્વની ભૂમિકા હતી. બેન સ્ટૉક્સે ફાઇનલ સહિત ઘણી મેચોમાં પોતાની ટીમ માટે શાનદાર ઈનિંગ્સ રમી હતી.

આ જ કારણ છે કે ઇંગ્લેન્ડની ટીમ ઈચ્છે છે કે બેન સ્ટોક્સ સંન્યાસનો નિર્ણય પરત લઈને ફરી ઇંગ્લેન્ડ માટે રમે. ઇંગ્લેન્ડના વન-ડે ટીમના કોચ મેથ્યૂ મોટે મેલ સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, જોસ બટલર તેને લઈને બેન સ્ટોક્સ સાથે વાત કરશે. જો કે, બેન સ્ટોક્સે અત્યાર સુધી ચોખ્ખી ના પાડી દીધી છે. અમે જોઈશું કે તે વાપસી કરવા માગે છે કે નહીં. અત્યાર સુધી એ ખબર નથી કે તે શું કરવાનો છે, પરંતુ અમને અત્યારે પણ તેની વાપસીને લઈને આશા છે. મેં હંમેશાં કહ્યું છે કે તેની બોલિંગ એક બોનસ હશે, પરંતુ બેટ અને ફિલ્ડિંગથી પણ તેનું યોગદાન ખૂબ શાનદાર રહે છે.

બેન સ્ટોક્સે જુલાઇ 2022માં વન-ડે ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડે વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ટ્રોફી જીતી હતી. ટૂર્નામેન્ટની ફાઇનલમાં બેન સ્ટોક્સે પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ જ બેન સ્ટૉક્સની વન-ડે વર્લ્ડ કપમાં વાપસીને લઈને ચર્ચા તેજ થઈ ગઈ. બેન સ્ટોક્સે ત્યારે પોતાની વાપસીને લઈને જુલાઇ 2023માં વાત કહી હતી. તેણે કહ્યું હતું કોણ જાણે એ સમયે હું વર્લ્ડ કપ માટે કેવું અનુભવી શકું છું. વર્લ્ડ કપમાં જવું, પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું એક અદ્દભુત વસ્તુ છે, પરંતુ આ સમયે હું તેની બાબતે વિચારી પણ રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp