ઇંગ્લેન્ડના હેડ કોચ મેકુલમની મુશ્કેલી વધી, ECB પગલા ઉઠાવી શકે છે, સટ્ટાની....
બેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમે છેલ્લી 12 ટેસ્ટ મેચોમાંથી 10 જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. બ્રેન્ડન મેક્કુલમ હવે ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતોમાં દેખાવા માટે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. England and Wales Cricket Board ( ECB )તપાસ કરી રહી છે કે શું આ તેના ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનો ભંગ તો નથી ને.
ઇંગ્લેંડની ટીમે ગયા વર્ષે ટેસ્ટ ક્રિક્રેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇંગ્લેંડના આ કાયાકલ્પમાં હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમની ભૂમિકા મહત્ત્વની રહી છે.મેક્કુલમે બેઝબોલ મોડલ રજૂ કર્યું હતું, જે આક્રમક ક્રિક્રેટ પર આધારિત છે. મેક્કુલમની આ રણનીતિ રંગ લાવી હતી અને ઇંગ્લેંડના ખેલાડીઓ હવે ટેસ્ટ મેચમાં પણ વન-ડેના અંદાજ માં રમી રહ્યા છે. મેક્કુલમ હેડ કોચ બન્યા પછી ઇંગ્લેંડ 12 ટેસ્ટમાંથી 10 ટેસ્ટ મેચ જીતી છે.
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન મેકકુલમ જાન્યુઆરીમાં સટ્ટાબાજીના સંગઠન ‘22 બેટ’નો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. એ પછી સટ્ટાબાજીની ઓનલાઇન જાહેર ખબરોમાં જોવા મળ્યો. બ્રેન્ડને 27 માર્ચે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ઇન્ડિયન પ્રીમીયર લીગમાં‘22 બેટ’નો પ્રચાર કરતો જોવા મળ્યો હતો.
BBCના એક રિપોર્ટ મુજબ ECBએ કહ્યું છે કે અમે આ વિશે તપાસ કરી રહ્યા છે અને બ્રેન્ડન સાથે‘22 બેટ’ના સંબંધો વિશે પણ ચર્ચા કરી રહ્યા છે. અમારી પાસે સટ્ટાબાજીને લગતા નિયમો છે અને અમે હંમેશા સુનિશ્ચિત કરીએ છીએ કે તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવે. જોકે, ECB એ સ્પષ્ટતા કરી હતી કે મેક્કુલમ હાલમાં કોઈ તપાસ હેઠળ નથી. ન્યુઝીલેન્ડના પ્રોબ્લેમ ગેમ્બલિંગ જેન્ડર ફાઉન્ડેશને ગયા અઠવાડિયે ECBને આ જાહેરાતો વિશે ફરિયાદ કરી હતી.
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે પોતાના દેશ માટે લગભગ 14 વર્ષ સુધી ક્રિક્રેટ રમી હતી. આ સમય દરમિયાન તેણે 260 વન-ડે, 101 ટેસ્ટ અને 71 T-20 મેચ રમી હતી.વન-ડે ઇન્ટરનેશનલમાં મેક્કુલમે 30.41 રનની એવરેજથી 6083 રન બનાવ્યા હતા.જેમાં 5 સેન્ચુરી અને 32 હાફ સેન્ચુરી સામેલ છે. ટેસ્ટ ક્રિક્રેટમાં મેક્કુલમે 38.64 રનની એવરેજથી 6453 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચોમાં તેણે 12 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરી મારી હતી. T-20 ઇન્ટરનેશનલમાં તેણે 2140 રન બનાવ્યા હતા, જેમાં 2 સેન્ચુરી અને 13 હાફ સેન્ચુરી મારી હતી.
41 વર્ષના બ્રેન્ડન મેક્કુલમે IPLમા કોલકાત્તા નાઇટ રાઇડર્સ, કોચી ટસ્કર્સ કેરળ, ગુજરાત લાયન્સ, RCB અને CSK માટે મેદાનમાં ઉતર્યો હતો. આ દરમિયાન તેણે 109 મેચમાં 27.69ની એવરેજથી 2880 રન બનાવ્યા જેમાં બે સદી અને 13 અડધી સદી સામેલ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, બ્રેન્ડન મેક્કુલમે કોચિંગને તેની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો હેડ કોચ પણ રહી ચૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp