વર્લ્ડ કપ વચ્ચે ઇંગ્લેન્ડના આ સ્ટાર ખેલાડીએ ક્રિક્રેટમાંથી સંન્યાસ લીધો

PC: cricketworldcup.com

અત્યારે ભારતમાં ICC મેન્સ વર્લ્ડકપ વન-ડેની મેચ ચાલી રહી છે, એવા સમયે ઇંગ્લેન્ડને એક ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.

વિશ્વકપ બાદ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા વિલીએ કહ્યું કે વિશ્વકપ-2023 બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. પોતાની પોસ્ટમાં ડેવિડ વિલીએ લખ્યું કે હું ક્યારેય નથી ઈચ્છતો કે આ દિવસ ક્યારેય આવે. યુવા ઉંમરથી ઈંગ્લેન્ડ માટે રમવાનું સપનું હતું. પરંતુ આ જાહેરાત કરતા મને સારૂ નથી લાગી રહ્યું કે આ વિશ્વકપ બાદ હું ક્રિકેટને અલવિદા કહી દઈશ.

ICC વર્લ્ડ કપ 2023માં પછડાટ પામી રહેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ માટે વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. વિલીએ કહ્યું કે વર્લ્ડ કપ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. વિલીએ ભારત સામે શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ લીધી હતી.

ડેવિડ વિલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિલીએ લખ્યું છે કે હું ક્યારેય ઇચ્છતો ન હતો કે આ દિવસ આવે. નાની ઉંમરથી ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવું એ મારું સૌથી મોટું સપનું હતું. ખૂબ જ લાંબા મનોમંથન અને દુખ સાથે મને લાગે છે કે ઇન્ટરનેશનલ ક્રિક્રેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો સમય આવી ગયો છે. વિલીએ પોતાના પરિવાર અને ચાહકોનો આભાર માન્યો છે.

ડેવિડ વિલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વર્ષ 2015માં શરૂ કરી હતી. ઇંગ્લેન્ડની જર્સી પહેરીને વિલી આયર્લેન્ડ સામે પ્રથમ વનડે મેચ રમવા આવ્યો હતો. વિલીએ ઈંગ્લિશ ટીમ માટે કુલ 70 ODI મેચ રમી અને આ દરમિયાન તેણે 627 રન બનાવ્યા, જ્યારે બોલિંગમાં તેણે 94 વિકેટ ઝડપી. વિલીએ તેની ODI કારકિર્દીમાં એક વખત પાંચ વિકેટ પણ લીધી હતી. 30 રનમાં 5 વિકેટ તેની ODI કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ રહ્યો હતો.

ઇંગ્લિશ ઓલરાઉન્ડરે વર્ષ 2015માં ન્યૂઝીલેન્ડ સામે તેની T-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત પણ કરી હતી. વિલીએ ઈંગ્લેન્ડ માટે કુલ 43 T-20 મેચ રમી અને આ દરમિયાન તેણે 130ના સ્ટ્રાઈક રેટથી 226 રન બનાવ્યા. આ સાથે જ તેણે બોલિંગમાં 51 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે, વિલી ક્યારેય ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp