વર્લ્ડ કપ 2023 માટે ઇંગ્લેન્ડેની ટીમ જાહેર, સંન્યાસ લઈ ચૂકેલો ખેલાડી પણ ટીમમાં

PC: twitter.com

આ વર્ષમાં ભારતના યજમાન પદ માં રમાનારા વન-ડે વર્લ્ડકપ 2023 માટે ઇંગ્લેંડે પોતાની કોર ટીમની જાહેરાત કરી દીધી છે.આ 15 સભ્યોની ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની પણ વાપસી થઇ છે.બેન સ્ટોકસે વન-ડે કિક્રેટમાં સન્યાંસ લેવાની જાહેરાત કરી હતી.પરંતુ તેણે સંન્યાસ તોડી નાંખ્યો છે.

ભારતના યજમાન પદે યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે.જ્યારે ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. માત્ર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે શરૂઆતની મેચ રમવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે રમાશે.

અગાઉનો વર્લ્ડકપ ઇંગ્લેંડની યજમાની પદ હેઠળ વર્ષ 2019માં રમાયો હતો. ત્યારે ઇંગ્લેંડે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડકપ હાંસલ કર્યો હતો.એ સિઝનમાં બેન સ્ટોક્સ અસલી હીરો બનીને ઉભરી આવ્યો હતો.બેન સ્ટોકેસે પોતાના દમ પર ઇંગ્લેંડને ચેમ્પિયન બનાવી હતી.

2019 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ખૂબ જ વિવાદાસ્પદ રહી હતી. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ ટાઈ રહી હતી. જોગાનુજોગ, આ પછી રમાયેલી સુપર ઓવર પણ ટાઈમાં સમાપ્ત થઈ. પછી ઈંગ્લેન્ડને બાઉન્ડ્રી કાઉન્ટના નિયમ (વધુ ચોગ્ગા મારવા) હેઠળ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું. આ નિયમ ઘણો વિવાદાસ્પદ હતો, જેને બાદમાં હટાવી દેવામાં આવ્યો હતો.

બેન સ્ટોક્સે તેની ટેસ્ટ કારકિર્દીને લંબાવવા માટે જુલાઈ 2022 ના રોજ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.પરંતુ આ વખતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ટીમના ODI કેપ્ટન જોસ બટલરે સ્ટોક્સને નિવૃત્તિ તોડવા માટે મનાવી લીધો. હવે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ ફરી એકવાર વનડે રમતા જોવા મળશે. સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી 105 વનડેમાં 2924 રન બનાવ્યા છે અને 197 વિકેટ હાસંલ કરી ચૂક્યો છે.

ODI વર્લ્ડકપ 2023માં ઇંગ્લેંડે જે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે તેમાં. જોસ બટલર (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, ગસ એટકિંગસન, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ. રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ અને ક્રિસ વોક્સનો સમાવેશ થાય છે.

ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડ સામે અને પછી આયર્લેન્ડ સામે વનડે શ્રેણી રમવાની છે. એવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામેની વનડે અને T 20 સીરીઝ માટે પણ ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. બેન સ્ટોક્સની પસંદગી વનડે શ્રેણીમાં કરવામાં આવી છે, જ્યારે T20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામે રમાનારી સીરિઝ માટે ઇંગ્લેંડની વન-ડે ટીમ સેમ છે જે ભારત માટે જાહેરાત કરવામાં આવી છે, જ્યારે T-20 માટે ઇંગ્લેંડની ટીમમાં જોશ બટલર ( કેપ્ટન), રેહાન અહમદ, મોઇન અલી, ગસ એટકિંસન, જોની બેયરસ્ટો, હૈરી બ્રુક, સેમ કરન, બેન ડ્કેટ, વિલ જૈક્સ, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ માલન, આદિલ રશીદ, જોશ ટંગ, જોન ટર્નર અને લ્યૂક વૂડનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp