મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં આ ખતરનાક ખેલાડીની એન્ટ્રી

PC: thequint.com

IPL 2023માં મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની ટીમ શરૂઆતની 40 મેચ પછી 9માં નંબર પર છે. 7 મેચોમાંથી ટીમ હજુ ત્રણ મેચ જીતી શકી છે અને 4 હારી ગઇ છે.MIની 8મી મેચ 30 એપ્રિલે રવિવારે રાજસ્થાન રોયલ સામે રમાવવાની છે. આ મેચના થોડા કલાકો પહેલા જ ફ્રેન્ચાઇઝીએ એક મોટો નિર્ણય લીધો છે.

સિઝન પહેલા સમગ્ર ટૂર્નામેન્ટમાં ઈજાના કારણે ફ્રેન્ચાઈઝીએ પહેલા જ બે બોલર ઝાય રિચર્ડસન અને જસપ્રિત બુમરાહના રૂપમાં ગુમાવ્યા હતા. જોફ્રા આર્ચર પણ સાતમાંથી માત્ર બે મેચ રમી શક્યો અને તેની ઈજા ફરી સામે આવી. હવે આ બધાની વચ્ચે ટીમે એક ખતરનાક બોલરને સાઇન કરી લીધો છે.

ESPN ક્રિક ઇન્ફોના અહેવાલ મુજબ મુંબઇ ઇન્ડિયન્સે  ઇંગ્લેંડના બોલર ક્રિસ જોર્ડનને સાઇન કર્યો છે. જોર્ડન મિની ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. જો કે હજુ ફ્રેન્ચાઇઝી તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે. કોના બદલે જોર્ડનનું રિપલ્સેમેન્ટ કરાયું છે તેની પણ જાણકારી સામે આવી નથી.

રિલે મેરેડિથ પહેલાથી જ રિચર્ડસનનું સ્થાન લઈ ચૂક્યો છે અને જસપ્રિત બુમરાહની જગ્યાએ સંદીપ વોરિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જોર્ડનનું સ્થાન કોણ લેશે તે અંગે સસ્પેન્સ છે. આવી સ્થિતિમાં ચાહકો માટે એ પણ ચિંતાનો વિષય છે કે શું આર્ચરના સ્થાને તો જોર્ડનને સાઈન કરવામાં આવ્યો નથી?

અત્યારે તો જોર્ડન મુંબઇ ઇન્ડિયન્સની સ્કવોડ સાથે જોડાઇ ગયો છે. રાજસ્થાન રોયલ્સ દ્રારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં પણ જોર્ડન મુંબઇના ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. જોર્ડન આ પહેલા IPL 2022માં ચેન્નઇ સુપર કીંગ્સનો હિસ્સો હતો.

એ વાતની સ્પષ્ટ જાણકારી મળી શકી નથી કે જોર્ડન કોના બદલે આવશે. એક ટીમ સ્કવોડમાં વધારેમાં વધારે 8 ઓવરસીઝ ખેલાડીનો સમાવેશ થઇ શકે છે. ટ્વીટર પર કેટલાંક લોકો જેસન બેહરેનડાર્ફનું નામ લઇ રહ્યા છે તો કોઇક ડુઆન યાન્સનનું નામ ચલાવી રહ્યા છે. બધાને એ વાતનો ડર છે કે ક્યાંક આર્ચર તો બહાર ન થઇ જાય.મુંબઇ ઇન્ડિયન્સના કોચ બાઉચરે કહ્યું હતું કે, રવિવારે રાજસ્થાનની સામેની મેચમાં જોફ્રા આર્ચર રમશે.

ક્રિસ જોર્ડને વર્ષ 2016માં IPLમાં ડેબ્યુ કર્યુ હતું. તે RCB, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદ્રાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સનો હિસ્સો રહી ચૂક્યો છે. હવે મુંબઇ ઇન્ડિયન્સે તેને સાઇન કર્યો છે.જોર્ડને IPLની 28 મેચમાંથી 27 વિકેટ લીધી છે અને તેનો ઇકોનોમી રેટ 9.32 છે. તેણે IPLમાં 11 રન આપીને 4 વિકેટ લીધી હતી તે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતું. જોર્ડને વર્ષ 2022માંT-20 વર્લ્ડકપમાં ઇંગ્લેંડની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેને લીધી ઇંગ્લેંડ ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે જીત મેળવી શકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp