જ્યારે પણ અમે પ્લેઇંગ XI પસંદ કરીએ છીએ, ફેન્સને નિરાશ કરીએ છીએઃ દ્રવિડ

PC: cricketaddictor.com

રાહુલ દ્રવિડના ટીમ ઇન્ડિયાના હેડ કોચ બન્યા બાદથી ભારતીય ટીમે કેટલીક મેજર ટુર્નામેન્ટ્સમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમા 2022 એશિયા કપ, 2022 T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જેવી કેટલીક ટુર્નામેન્ટ્સ સામેલ છે. આ ઉપરાંત, ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પણ હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ, ઇંગ્લેન્ડ વિરુદ્ધ રવિ શાસ્ત્રીના કાર્યકાળમાં 2-1થી લીડ બનાવનારી ટીમ ઇન્ડિયાએ રીશિડ્યૂલ કરવામાં આવેલી પાંચમી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, દ્રવિડે પોતાના ખેલાડીઓને પરફોર્મ કરવાની પર્યાપ્ત તક આપી અને તેમનું હંમેશાં સમર્થન કર્યું. રવિ શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ટીમમાં ઘણા બદલાવ થતા હતા. દ્રવિડના કાર્યકાળમાં અર્શદીપ સિંહ, શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓને પર્યાપ્ત તક મળી અને આજે તેઓ સારું પ્રદર્શન કરી ટીમને જીતાડી રહ્યા છે. અર્શદીપ જ્યાં ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ બની ચુક્યો છે, ત્યાં ગિલ આવનારા સમયમાં ભારતનો સ્ટાર છે. શ્રેયસે પેસ અને સ્પિન એટેકની સામે પોતાની મજબૂતી સાબિત કરી છે.

દ્રવિડ પોતે પણ પોતાના સમયનો એક મહાન બેટ્સમેન રહી ચુક્યો છે. તેને ખબર છે કે, કોઈ ખેલાડીને સમર્થન કરવાનો શો મતલબ હોય છે અને તેનાથી ટીમને શો ફાયદો થાય છે. જોકે, કોચની જવાબદારી સંભાળ્યા બાદથી તેણે જવાબદાર પણ બનવુ પડ્યું છે. તેણે ઘણીવાર એ સવાલોના જવાબ આપવા પડે છે જેનો કોઈ મતલબ નથી હોતો. દ્રવિડનું કહેવુ છે કે, કોચિંગની સૌથી મુશ્કેલ વાત હાર અને જીતથી ઉપર છે.

તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું, તમે અંગતરીતે એ તમામ લોકોની ચિંતા કરો છો જેને તમે કોચિંગ આપો છો અને તમે વ્યક્તિગત સંબંધ બનાવવાનો પ્રયત્ન કરો છો. તમે તેમને ક્રિકેટ ખેલાડીઓના રૂપમાં નહીં પરંતુ, એક વ્યક્તિના રૂપમાં પ્રશિક્ષિત કરવા માંગો છો. જ્યારે તમે આવુ કરો છો, તો તમે ઇચ્છો છો કે, તે તમામ સફળ થાય. પરંતુ, સાથે જ તમારે સત્ય પણ જીવવુ પડે છે અને એ અનુભવ કરવાનો હોય છે કે, તેમાથી બધા જ સફળ નહીં થશે. ક્યારેક-ક્યારેક તમારે ખૂબ જ મુશ્કેલ નિર્ણય લેવા પડે છે.

દ્રવિડે કહ્યું, દર વખતે જ્યારે અમે એક પ્લેઇંગ ઇલેવન પસંદ કરીએ છીએ, તો અમે લોકોને નિરાશ કરીએ છીએ. એવા પણ લોકો છે જે નથી રમી રહ્યા. દર વખતે જ્યારે અમે કોઈ ટૂર્નામેન્ટ માટે 15 ખેલાડીઓની સ્ક્વોર્ડ પસંદ કરીએ છીએ, તો ઘણા બધા લોકો છે જે વિચારે છે કે, તેમણે ત્યાં હોવુ જોઈએ. તમે તેમના માટે ભાવનાત્મક સ્તર પર ખરાબ અનુભવો છો પરંતુ, અમે દરેક પ્રયાસ કરીએ છીએ. હું એવુ નથી કેહતો કે હું તેમા એક્સપર્ટ છું. આ કોચિંગ અથવા નેતૃત્વનો સૌથી મુશ્કેલ હિસ્સો છે. એ લોકો વિશે મુશ્કેલ નિર્ણય લેવાના હોય છે, જેને તમે વાસ્વમાં સફળ જોવા માંગો છો અને તેમનું સારું ઇચ્છો છો. પરંતુ, તમે નિયમથી મજબૂર થઇને માત્ર પસંદગીના ખેલાડીઓને જ પસંદ કરી શકો છો.

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળતા પહેલા દ્રવિડના ભારત એ અને અંડર-19 ટીમો સાથે વીતાવેલા સમયના વખાણ કર્યા હતા. જોકે, ભારતીય પુરુષ સીનિયર ક્રિકેટ ટીમની સાથે એકદમ અલગ સ્થિતિ છે. ત્યાં દ્રવિડે એવા નિર્ણયો લેવા પડ્યા છે જે ઘણા બધા લોકો નથી કરી શકતા. આ વર્ષે ચેતેશ્વર પૂજારાને બહાર કરવો, ગત વર્ષે અજિંક્ય રહાણે અને ઇશાંત શર્માને ટીમમાંથી ડ્રોપ કરવા અથવા ઋદ્ધિમાન સાહા સાથે તેના ભવિષ્ય વિશે વાતચીત કરવા જેવા કેટલાક નિર્ણયો સામેલ છે.

જોકે, નિર્ણય દ્રવિડે કરવાનો હતો આથી, લોકોને આશા હતી કે વાત વધુ નહીં બગડશે. જોકે, દ્રવિડ અને સાહાની વચ્ચે ભવિષ્યને લઇને જે વાતચીત થઈ, તેણે દરેકને પ્રભાવિત કર્યા હતા. સાહાને સ્પષ્ટરીતે જણાવવામાં આવ્યું હતું કે, તેની ટીમ ઇન્ડિયામાં જગ્યા હવે નથી દેખાતી. જોકે, ભારતીય હેડ કોચને એવુ નથી લાગતું કે નિર્ણય આટલો સરળ હતો. તેણે કહ્યું, તેનો કોઈ સરળ જવાબ નથી. મને લાગે છે કે, જે પરિસ્થિતિ મારી સામે આવે છે તેને લઇને હું ઈમાનદાર રહેવાનો પ્રયત્ન કરું છું. ખેલાડીઓ સાથે તમારી વાતચીત અને વ્યવહારમાં જો ઈમાનદારી છે અને તેઓ વિચારે છે કે જે તમે કરી રહ્યા છો તેમા કોઈ રાજકીય એજેન્ડા અથવા ધારણા નથી, તો તે સૌથી સારી વાત છે. એવુ જ હોવુ પણ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp