શમીને જોઈને ફેન્સે લગાવ્યા જય શ્રીરામના નારા, પૂર્વ IAS બોલ્યા- રમતમાં પણ..

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના મેદાનમાં પહોંચવા પર કેટલાક ફેન્સ જય શ્રીરામનો નારો લગાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા ઘણા લોકોને જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ટેસ્ટ મેચના બીજા દિવસે બંને ટીમોના ખેલાડી મેદાન પહોંચી રહ્યા હતા.

આ દરમિયાન મોહમ્મદ શમીને જોઈને ફેન્સ તરફથી જય શ્રીરામના નારા લગવામાં આવી રહ્યા હતા. એક ફેન બૂમ મારતા કહે છે, ‘શમી.. જય શ્રીરામ.’ જો કે, મોહમ્મદ શમીએ આ પ્રકારના નારા લગાવતા લોકોને કોઈ રીએક્શન ન આપ્યું. પૂર્વ IAS અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે આ વીડિયોને શેર કરતા લખ્યું કે, ‘રમતમાં પણ ધર્મને ઘૂસાડી દીધો.. ‘શમી જય શ્રીરામ’ના નારા, મોટેરા સ્ટેડિયમમાં. કઈ દિશામાં ધકેલાઇ રહ્યો છે દેશ? પૂર્વ IAS દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર લોકો જાત જાતના રીએક્શન આપી રહ્યા છે.

કેટલાક લોકોએ કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ન થવી જોઈએ. તો કેટલાક યુઝર્સે કહ્યું કે, એવા લોકો વિરુદ્ધ કાર્યવહી થવી જરૂરી છે. @sachinjain નામના યુઝરે સવાલ કર્યો કે, ‘જય શ્રીરામ બોલવામાં તમને શું આપત્તિ છે? ભારતમાં જય શ્રીરામ નહીં બોલવામાં આવે તો ક્યાં બોલવામાં આવશે? @SharmaAashriti  નામના યુઝરે લખ્યું કે, એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, ખેલાડીઓનું ધ્યાન પોતાની તરફ કરવા માટે જય શ્રીરામ બોલી રહ્યા છે, જ્યારે ખેલાડી મેદાનમાં નમાજ પડે છે તો તમે ધર્મ પર કંઈ બોલતા નથી.

@mishraarun539 નામના યુઝરે કમેન્ટ કરી કે, જ્યારે શમીને પરેશાની નથી તો તમને શું પરેશાની થઈ રહી છે ભાઈ. અન્ય એક યુઝરે લખ્યું કે, એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ કયા લોકો છે જે એમ કરવાની હિંમત કરી રહ્યા છે. @Raisaheb_sp નામના યુઝરે લખ્યું કે, આ પ્રકારની ઘટનાઓ દુઃખદ અને ચિંતાજનક છે. એવા લોકોને સજા આપવી જરૂરી છે, નહિતર તેમની હિંમત એવી રીતે વધેલી રહેશે. @AThuaariya નામના એક યુઝરે કમેન્ટ કરી કે, રોડ શૉ કરી કરીને દેશની જનતાને રોડ પર લાવી દીધી છે. એક અન્ય યુઝરે લખ્યું કે, એવા લોકોએ દેશમાં નફરત વધારવાનું કામ કર્યું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.