મિંયાદાદ સુધરતો નથી, ભારત સામે ફરી આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન

ભારત તરફથી પાકિસ્તાનમાં એશિયા કપ 2023 રમવાની ના પાડી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સ્પષ્ટ કરી દીધું છે કે જો એશિયા કપ કોઇ ન્યૂટ્રલ વેન્યુ પર થાય છે તો જ તેમાં તે ભાગ લેશે. ભારત તરફથી યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં શિફ્ટ કરવાની માગ કરવામાં આવી છે. આ વિવાદ વચ્ચે પાકિસ્તાનન પૂર્વ બેટ્સમેન જાવેદ મિયાદાદે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઇએ જાવેદ મિયાદાદે શું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનન પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાદાદનું કહેવું છે કે જો ભારત પાકિસ્તાનમાં આવતું નથી તો આપણે પણ તેમને ત્યાં (ભારત) ન જવું જોઇએ. અમારી ક્રિકેટ ભારત વિના પણ ચાલી રહી છે. એવામાં ICCએ પોતાની ભૂમિકા ભજવવી જોઇએ અને એ પ્રકારના મામલાનું સમાધાન કરવું જોઇએ. જાવેદ મિયાદાદે BCCI માટે ‘Go to hell’ શબ્દનો ઉપયોગ કર્યો. હાલમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં BCCI સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન ટ્રાવેલ નહીં કરે. જો તે બહાર શિફ્ટ થાય છે તો ભારતીય ટીમ તેમાં હિસ્સો લેશે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદે કહ્યું કે, ICCએ બધા ટીમો માટે નિયમ બનાવવો જોઇએ, જ્યાં જો કોઇ ટીમ ટૂર્નામેન્ટમાં હિસ્સો લેતી નથી તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ભારતનું ક્રાઉડ ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જો તેની ટીમ હારે છે તો ક્રાઉદ બેકાબૂ થઇ જાય છે. તેમણે કહ્યું કે આવીને રમો, રમતા કેમ નથી. ભાગો છો, તેમને મુશ્કેલી થઇ જાય છે ભાગે છે. એક રિપોર્ટર દ્વારા એમ પૂછવામાં આવતા કે શું ભારત, પાકિસ્તાનમાં રમવાની ના પાડી રહ્યું છે કેમ કે તે ડરે છે. જો તે હારી જાય છે. તેના પર મિયાદાદ સહમત થઇ જાય છે.

મિયાદાદ કહે છે આપણાં સમય પર તેઓ એટલે રમતા નથી કેમ કે તેઓ હારે છે, તો મુશ્કેલી થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023 આ વખત પાકિસ્તાનમાં થવાનો છે, પરંતુ ભારતીય ટીમે ત્યાં જવાની ના પાડી દીધી છે. તો પાકિસ્તાનનું કહેવું છે કે, જો ભારત તેમના દેશમાં એશિયા કપ રમવા નહીં આવે તો તે પણ વન-ડે વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારતનો પ્રવાસ નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને BCCIની આ તકરાર ક્યાં જઇને સમાપ્ત થાય છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.