ગાવસ્કર-હેડન, જાડેજા-અશ્વિને નાટુ નાટુ સોંગ પર લગાવ્યા ઠુમકા, જુઓ વીડિયો

PC: twitter.com/StarSportsIndia

95મા અકાદમી એવોર્ડ્સ ભારતીય લોકો માટે યાદગાર રહ્યો કેમ કે બે મોટા એવોર્ડ પર ભારતે પોતાની મ્હોર લગાવી છે. એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRના વર્લ્ડ ફેમસ સોંગ ‘નાટુ નાટુ’એ બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ઓસ્કાર એવોર્ડ જીત્યો છે, જ્યારે ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’એ સર્વશ્રેષ્ઠ ડોક્યૂમેન્ટરી શોર્ટ ફિલ્મની શ્રેણીમાં ભારત માટે બીજો ઓસ્કાર જીત્યો છે. એક તરફ જ્યાં આખો દેશ RRRની સફળતાનું સેલિબ્રેશન માનવી રહ્યો છે, તો બીજી તરફ ‘નાટુ નાટુ’ સોંગનો ફીવર ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળ્યો.

ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યૂ હેડન ઓસ્કાર એવોર્ડ વિજેતા સોંગ ‘નાટુ નાટુ’ પર ઝૂમતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુનિલ ગાવસ્કર અને મેથ્યૂ હેડન અમદાવાદમાં 13 માર્ચના રોજ સમાપ્ત થયેલા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ બાદ ‘નાટુ નાટુ’ સોંગના હૂક સ્ટેપ પર ઠુમકા લગાવતા નજરે પડ્યા. સ્ટાર સ્પોર્ટ્સે સુનિલ ગાવસ્કર અને મેથ્યૂ હેડનના ડાન્સની ક્લિપ ટ્વીટર પર શેર કરી છે. જે આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર મેથ્યૂ હેડન પોતાના સાથી કમેન્ટરો સાથે ગુજરાતી નાસ્તાનો લુપ્ત ઉઠાવતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન જતીન સપ્રૂએ કહ્યું કે આ જલેબી અને ફફડાની ટ્રીટ ભારતના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં જગ્યા પક્કી કરવા અને નાટુ નાટુના ઓસ્કાર એવોર્ડ જીતવાની ખુશીમાં રજૂ કરવામાં આવ્યા છે. વીડિયોમાં સુનિલ ગાવસ્કર અને મેથ્યૂ હેડન સિવાય, અજીત અગરકર અને જતીન સપ્રૂ પણ નાટુ નાટુ સોંગ પર ઝૂમતા નજરે પડી રહ્યા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને સંયુક્ત રૂપે ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. મેચ બાદ બંને ખેલાડીઓએ વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ સેલિબ્રેશન માનવતા નજરે પડી રહ્યા છે. આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક્ટર અક્ષય કુમારના અવાજમાં ‘એક તેરા એક મેરા’વાળો ડાયલોગ બોલતા નજરે પડી રહ્યા છે. ત્યારબાદ બંનેના વીડિયોમાં RRR ફિલ્મનું સોંગ ‘નાટુ નાટુ’ પણ વાગતું નજરે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp