ફાફ ડુ પ્લેસિસે RCBને છેલ્લા બૉલ પર મળેલી હારને લઈને આપી મોટી પ્રતિક્રિયા

PC: BCCI

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ મેચ છેલ્લા બૉલ પર ટીમને મળેલી હારને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, જે પ્રકારે મિડલ ઓવર્સમાં માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરને બેટિંગ કરી તે મેચને અમારાથી દૂર લઈ ગયા. ફાફ ડુ પ્લેસિસના જણાવ્યા મુજબ ચેન્નાસ્વામીમાં ડેથ ઓવર્સમાં બોલિંગ કરવાનું ખૂબ મુશ્કેલ હોય છે. પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સીમિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલી, કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે વિસ્ફોટક ઈનિંગ્સ રમી. ત્યારબાદ લખનૌ સુપર જાયન્ટ્સ માટે માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરને વિસ્ફોટક ઇનિંગ રમી. માર્કસ સ્ટોઇનિસે માત્ર 30 બૉલમાં 6 ફોર અને 5 સિક્સની મદદથી 65 રન બનાવ્યા અને નિકોલસ પૂરને આ IPL સીઝનની સૌથી ફાસ્ટ અડધી સદી બનાવી દીધી. તેણે માત્ર 15 બૉલમાં આ કારનામું કર્યું. તેણે કુલ 18 બૉલ રમ્યા અને 4 ફોર તેમજ 7 સિક્સની મદદથી 62 રનની ઇનિંગ રમી.

છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર લખનૌ સુપર જાયન્ટ્સને જીત માટે 1 રન જોઈતો હતો અને આવેશ ખાનને હર્ષલ પટેલે બૉલ બીટ કરાવી દીધો હતો, પરંતુ વિકેટો પાછળ દિનેશ કાર્તિક સારી રીતે બૉલને કલેક્ટ ન કરી શક્યો અને તેનો ફાયદો ઉઠાવતા બેટ્સમેનોએ બાઈના રૂપમાં એક રન લઈ લીધો અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ જીતી ગઈ. ફાફ ડુ પ્લેસિસે મેચ બાદ તેને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, આ હારથી અમે નિરાશ છીએ.

તેણે કહ્યું કે, મિડલ ઓવર્સમાં લખનૌ સુપર જાયન્ટ્સે સારી રમી. એક બૉલ પર 1 રન જોઈતો હતો અને અમે પૂરો પ્રયાસ કરી રહ્યા હતા કે રન આઉટ થઈ જાય. વિકેટને જોઇએ ત 7-14 ઓવર સુધી એ થોડી સ્લો હતો. છેલ્લી 5 ઓવરોમાં બૉલ સ્કીડ થવા લાગી અને તેનાથી શૉટ રમવાનું સરળ થઈ ગયું. માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરને મિડલ ઓવર્સમાં સારી બેટિંગ કરી. અહી ડેથ ઓવર્સમાં બોલિંગ સરળ નથી. જો પોઇન્ટ્સ ટેબલ પર આ બંને ટીમોની સ્થિતિ જોઈએ તો લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા નંબર પર છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાતમાં નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp