ફખર ઝમાને એક ઝાટકે કોહલી-બાબરનો તોડ્યો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

PC: india.com

બીજી વનડેમાં ફરી એકવાર પાકિસ્તાને શાનદાર રમત બતાવી અને 7 વિકેટે જીત મેળવી. પાકિસ્તાનની આ જીતમાં હીરો બન્યો ફખર ઝમાં, જેણે પોતાની ODI કરિયરની 10મી સદી ફટકારી અને 180 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. ફખરે પોતાની ઇનિંગમાં 6 સિક્સર અને 17 ફોર ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે પહેલા રમતા 50 ઓવરમાં 336 રન બનાવ્યા હતા, જે બાદ પાકિસ્તાને 3 વિકેટ ગુમાવીને 48.2 ઓવરમાં જીતનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સતત 2 વન-ડે જીતીને પાકિસ્તાને 5 મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

ફખર ઝમાંએ તેની ધમાકેદાર સદીની ઇનિંગ્સ દરમિયાન ઇતિહાસ રચ્યો છે. વાસ્તવમાં, ફખરે પોતાની ODI કરિયરમાં 3000 રન પણ પૂરા કર્યા, આ કરીને ફખરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. જ્યારે ફખર ODIમાં સૌથી ઝડપી સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે, ત્યારે તેણે આમ કરીને એશિયામાં સૌથી ઝડપી બેટ્સમેન બનવાનું પરાક્રમ કર્યું છે. ફખરે માત્ર 67 ઇનિંગ્સમાં 3000 રન પૂરા કર્યા. આમ કરીને ફખરે કોહલી અને બાબર આઝમને પાછળ છોડી દીધા. બાબર પોતાની ODI કરિયરમાં 68 ઇનિંગ્સમાં 3000 રન પૂરા કરવામાં સફળ રહ્યો હતો. ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની ODI કરિયરમાં 75 ઇનિંગ્સ રમીને 3000 રન પૂરા કર્યા.

જ્યારે, ફખરે માત્ર 67 ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. આમ જોવા જઈએ તો, વનડેમાં સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ હાશિમ અમલાના નામે છે. અમલાએ માત્ર 57 ઇનિંગ્સમાં આ અદ્ભુત રેકોર્ડ બનાવ્યો હતો, જે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે.

આટલું જ નહીં વનડેમાં ફખરની આ સતત ત્રીજી સદી છે. આવું કરનાર તે વિશ્વનો 12મો બેટ્સમેન બન્યો, જ્યારે તે પાકિસ્તાનનો ત્રીજો બેટ્સમેન બન્યો. તેના પહેલા પાકિસ્તાની બેટ્સમેન ઝહીર અબ્બાસ, સઈદ અનવર અને બાબર આઝમ આ કારનામું કરી ચુક્યા છે. બાબરે આ પરાક્રમ બે વખત કર્યું છે. બીજી તરફ, એકંદરે રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સંગાકારાના નામે છે, જેણે સતત 4 સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ફખર ODIમાં 45 થી વધુની એવરેજ અને 90 પ્લસ સ્ટ્રાઈક રેટ સાથે પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન પણ બન્યો હતો. ફખરની ઇનિંગ્સ શાનદાર હતી. તેણે માત્ર 144 બોલમાં 180 રન બનાવ્યા જેના કારણે ન્યૂઝીલેન્ડ મેચમાંથી બહાર થઈ ગયું. ફખરને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp