ફેમસ બોડી બિલ્ડર જો લિન્ડનરનું 30 વર્ષની વયે અવસાન, સાઉથની ફિલ્મમાં કર્યું કામ

જર્મન બોડી બિલ્ડર અને યુટ્યુબ સ્ટાર જો લિન્ડનરનું 30 વર્ષની વયે અવસાન થયું. લિન્ડનરના મૃત્યુ પછી, તેના મિત્ર નોએલ ડેઝેલે કહ્યું, 'જો તમારા આત્માને શાંતિ મળે. હું હજી પણ તમારા જવાબની રાહ જોઈને મારો ફોન ચેક કરું છું જેથી કરીને અમે જીમમાં મળી શકીએ.'
તેણે આગળ લખ્યું, 'હું તૂટી ગયો છું ભાઈ, તમે અમારા માટે તમારા હાથ ખોલી દીધા હતા, તમે અમને જીવન અને સોશિયલ મીડિયા વિશે ઘણું કહ્યું. મારા અને અન્ય લોકો પ્રત્યે તમારી ઉદારતા હંમેશા મારી સાથે રહેશે.' અહીં તમને જણાવી દઈએ કે, જો લિન્ડનરે અભિનેત્રી રશ્મિકા મંધાનાની ફિલ્મ પોગારુમાં પણ કામ કર્યું હતું.
જ્યારે, જો લિન્ડનરના મૃત્યુ પછી, તેની ગર્લફ્રેન્ડ્સ પણ તૂટી ગઈ છે. જૉની ગર્લફ્રેન્ડ ઇમ્પેચે તેને ઇન્સ્ટાગ્રામ પર યાદ કરીને લખ્યું હતું કે, 'જો દરેક માટે ખૂબ જ સરસ હતો. એન્યુરિઝમને કારણે તેમનું અવસાન થયું, હું તેમની સાથે રૂમમાં હતી. તેણે મારા માટે બનાવેલો હાર મારા ગળામાં પહેરાવ્યો. પછી અમે ફક્ત એકબીજાને ગળે લગાવીને સુતા જ હતા. તે સાંજે જીમમાં નોએલને મળવાના સમયની રાહ જોઈ રહ્યો હતો.'
તેની ગર્લફ્રેન્ડે તેના ઈન્સ્ટાપોસ્ટમાં આગળ લખ્યું, 'તે મારી એકદમ નજીક હતો, ત્રણ દિવસ પહેલા તેણે કહ્યું હતું કે, તેની ગરદનમાં દુખાવો થાય છે. અમને હકીકતમાં આ સમજાયું જ્યારે તે ખૂબ મોડું થઈ ગયું હતું. આ સમયે હું બહુ લખી શકતી નથી.'
જૉની ગર્લફ્રેન્ડ ઇમ્પિચે ઉમેર્યું, 'મારા પર વિશ્વાસ કરો, આ માણસ તમે જાણો છો તેના કરતાં ઘણો સારો હતો. તે ખૂબ જ મીઠો, દયાળુ, મજબૂત અને સખત મહેનત કરનાર વફાદાર અને ઈમાનદારી વાળો સ્માર્ટ વ્યક્તિ હતો.'
તેણે તેના ચાહકોને પ્રેરણા આપવા માટે ઘણું કામ કર્યું છે. તે લોકોને પ્રેરણા આપતો હતો, તેથી તેને લાગ્યું કે તે આરામ કરી શકતો નથી અથવા હાર માની શકતો નથી.
અહીં તમને જણાવી દઈએ કે, એન્યુરિઝમ એક ખતરનાક રોગ છે, જેને હિન્દીમાં એન્યુરિઝમ અથવા આર્ટેરિયોસ્ક્લેરોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ સામાન્ય રીતે મગજ, પગ અને પેટમાં થાય છે. ભારતમાં લોકોને આ બીમારી વિશે બહુ ઓછી જાણકારી છે, જેના કારણે દર વર્ષે હજારો લોકો આ બીમારીનો શિકાર બને છે.
આ રોગના લક્ષણો ઓળખવા ખૂબ મુશ્કેલ છે અને તે બહારથી દેખાતા નથી. આ રોગમાં શરીરના કોઈપણ ભાગમાંથી અચાનક રક્તસ્રાવ થવો, હૃદયના ધબકારા વધી જવા, જ્ઞાનતંતુઓમાં તીવ્ર દુખાવો મહેસુસ થવો, ચક્કર આવવા અને માથું ફરી જવું, આંખની ઉપર કે નીચે દુખાવો થવો જેવી મોટી સમસ્યાઓ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp