ફેને પોતાના લગ્નના કાર્ડ પર છપાવી ધોનીની તસવીર, સોશિયલ મીડિયા પર વાયરલ

PC: instagram.com/dhonifans_karnataka

ભારતમાં ફિલ્મી સ્ટાર્સ સાથે ક્રિકેટરોને પણ કઈ હદ સુધી પસંદ કરવામાં આવે છે એ વાત કોઇથી છૂપી નથી. ભારતમાં ક્રિકેટ સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી છે, આ જ કારન છે કે ફેન્સ વચ્ચે પોતાના પસંદગીના ક્રિકેટરોને લઈને અલગ પ્રકારની દીવાનગી જોવા મળે છે. હાલમાં એવી જ કંઈક ઘટના સામે આવી છે, જેમાં કર્ણાટકના એક વ્યક્તિએ પોતાના લગ્નના કાર્ડ પર પોતાના પસંદગીના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની તસવીર છપાવી છે. આ કાર્ડને કર્ણાટકના એક ધોની ફેન ક્લબના પેજે જ્યારે સાર્વજનિક કર્યો, તો તે જોત જોતમાં વાયરલ થઈ ગયો.

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. ધોનીએ પોતાની કેપ્ટન્સીમાં ભારતને ICCના ત્રણેય ફોર્મેટમાં ટ્રોફી અપાવી છે. એમ કરનારો તે દુનિયાનો પહેલો કેપ્ટન પણ છે. ભલે ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હોય, પરંતુ આજે પણ ફેન્સ વચ્ચે તેનો ક્રેઝ યથાવત છે, જેનો એક નમૂનો હાલમાં જ કર્ણાટકમાં જોવા મળ્યો. કર્ણાટકના રહેવાસી એક વ્યક્તિએ પોતાના લગ્નના કાર્ડ પર મહેન્દ્ર સિંહ ધોનીની તસવીર છપાવી છે.

કાર્ડમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીને ડાબી તરફ છાપવામાં આવી છે, જ્યાં વર અને વધૂનું નામ છપાયું છે. એ કાર્ડ પર મહેન્દ્ર સિંહ ધોનીની જે તસવીર છપાઈ છે, તે વર્ષ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પ્રેસ કોન્ફરન્સની છે. મહેન્દ્ર સિંહ ધોની આ સમયે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની તૈયારીમાં લાગ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, પૂર્વ ભારતીય કેપ્ટનની આ છેલ્લી IPL સીઝન હોય શકે છે.

એવામાં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને ફરી એક વખત પોતાની કેપ્ટન્સીમાં IPL ટ્રોફી જીતાડવાનો પૂરો પ્રયાસ કરશે. તેના માટે તે જોર-શોરથી તૈયારીઓ કરી રહ્યો છે. થોડા દિવસ અગાઉ ધોનીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે નેટ્સમાં બોલરો વિરુદ્ધ મોટા શૉટ રમતો નજરે પડી રહ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ (GT) સાથે રમાશે.

IPL 2023 માટે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ:

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, બેન સ્ટોક્સ, સુભ્રાન્સુ સેનાપતિ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હેંગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, મિચેલ સેન્ટનર, રવીન્દ્ર જાડેજા, કાઈલ જેમિસન, નિશાંત સંધુ, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, મતિશા પથિરાના, સિમરજીત સિંહ, દીપક ચાહર, પ્રશાંત સોલંકી, મહિષ તીક્ષ્ણા, શેખ રશીદ, ભગત વર્મા અને અજય મંડલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp