સેમસન ક્યા છે? સૂર્યાને આ સવાલ પૂછતા જવાબ એવો આપ્યો કે ફેન્સના દિલ જીતી લીધા

PC: cricketnmore.com

ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ત્રણ મેચોની સ્થાનિક વનડે સીરિઝને ટીમ ઈન્ડિયા 3-0થી પોતાના નામે કરી છે. સીરિઝની ત્રીજી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. જ્યાં વિરાટ કોહલી અને શુભમન ગિલે ધમાકેદાર પ્રદર્શન કરીને 50 ઓવરના અંતે 390 રનનો ખડકલો કરી દીધો હતો. પરંતુ આ મેચમાં ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની દિવાનગી પણ જોવા મળી હતી.

ફેન્સે સંજુના નામના નારા લગાવ્યા હતા, જ્યારે સંજુ સેમસન શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરિઝ માટે ભારતીય સ્ક્વોડમાં સામેલ નહીં હતો. એક સમય એવો પણ આવ્યો કે, જ્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહેલા સૂર્યકુમાર યાદવને ફેન્સે પૂછૂ લીધું હતું કે, સંજુ સેમસન ક્યાં છે. તેની પર સૂર્યાએ જે જવાબ આપ્યો હતો, તેને સાંભળીને તમે પણ ખુશ થઈ જશો. સૂર્યાએ ફેન્સે જવાબ આપ્યો જેણે સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સ સહિત તમામ લોકોના દિલ જીતી લીધા હતા.

અસલમાં તિરુવનંતપુરમ વનડે મેચમાં આ ઘટના શ્રીલંકા ટીમની બેટિંગ દરમિયાન ઘટી હતી. સૂર્યકુમાર બાઉન્ડ્રી પર ઊભો રહીને ફિલ્ડીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલા કેટલાંક ફેન્સ સંજુ સેમસનના નામના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સૂર્યાએ તે ફેન્સની તરફ જોયું તો દર્શકોએ પૂછ્યું કે અમારો સંજુ ક્યા છે. સૂર્યાએ પોતાના કાન પર હાથ લગાવીને થોડા ધ્યાનથી તેમનો સવાલ સાંભળ્યો, તો ફેન્સે ફરીથી સવાલ પૂછ્યો કે અમારો સંજુ ક્યા છે.

આટલુ સાંભળ્યા પછી સૂર્યાએ પોતાની ચેસ્ટ પર બંને હાથથી દિલ બનાવીને ઈશારો કરતા કહ્યું કે સંજૂ અમારા દિલમાં છે. તેના પછી આંગળીથી દિલ તરફ ઈશારો કરતા કહ્યું કે, દિલની અંદર છે સંજૂ. આ જોઈને તેના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા હતા. જણાવી દઈએ કે તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમે બેટિંગ કરતા 5 વિકેટના નુકસાન પર 390 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ નોટ નાઉટ રહીને 166 રન બનાવ્યા હતા.

જેમાં 13 ચોગ્ગાની સાથે 8 સિક્સ પણ સામેલ હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 22 ઓવરમાં 73 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. બોલર મોહમ્મદ સિરાઝે 32 રન આપીને સૌથી વધારે 4 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp