જાડેજાનું ફોર્મ ચિંતાનો વિષય, બેટિંગમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે

ગુજરાતના ક્રિક્રેટર અને ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર અને ફિનિશર તરીકેની ઇમેજ ધરાવતો રવિનેદ્ર જાડેજા છેલ્લાં ઘણા સમયથી બેટિંગમાં ફ્લોપ જઇ રહ્યો છે. રવિવારે વર્લ્ડકપ વન-ડેની લખનૌમાં રમાયેલી ઇંગ્લેંડ સામેની મેચમાં પણ જાડેજાએ લાખો ક્રિક્રેટ ચાહકોને નિરાશ કર્યા હતા.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયા આ મેચમાં સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.
આ બે સિવાય અન્ય કોઈ ખેલાડી કોઈ ખાસ ઉકાળી શક્યા નહોતા. વિરાટ કોહલી પણ ઝીરોમાં આઉટ થઇ ગયો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેનો સારા ફોર્મમાં છે, પરંતુ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે મોટો સ્કોર બનાવી શકી નથી.
ઈંગ્લેન્ડ સામે ભારતના કેટલાક ટોપ ઓર્ડર બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે, એક છેડેથી ક્રિઝ પર રહેલા રોહિત શર્માને ટેકો આપવાની જવાબદારી સંપૂર્ણપણે મિડલ ઓર્ડર બેટ્સમેન પર આવી ગઈ હતી. આ દરમિયાન કેએલ રાહુલે રોહિત શર્માનો સાથ આપ્યો અને બંને બેટ્સમેન વચ્ચે 91 રનની ભાગીદારી થઈ. પરંતુ કેએલ રાહુલ અને રોહિત શર્માના આઉટ થયા બાદ બધાની નજર સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજા પર હતી.
સૂર્યકુમાર યાદવે તો પોતાની 49 રનની ઇનિંગ રમી, પરંતુ રવિન્દ્ર જાડેજા માત્ર 8 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. બધા દર્શકોને રવિન્દ્ર જાડેજા પાસે સારા બેટિંગની અપેક્ષા હતા. રવિન્દ્ર જાડેજાના ખરાબ પ્રદર્શનને કારણે હવે તેની સામે સવાલો ઉઠવા માંડ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે શું રવિન્દ્ર જાડેજા ટીમમાં હવે માત્ર બોલિંગ કરવા માટે જ રહ્યો છે?
વન-ડે મેચમાં જાડેજા જે નંબર પર બેટિંગ કરવા માટે આવે છે એ સ્થાન પર ઝડપથી રન બનાવવાની જરૂરિયાત હોય છે અથવા કોઇક વાર આખા ઇનિંગ સંભાળવાની જવાબદારી આવી જતી હોય છે. પરંતુ રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2022થી વન-ડેમાં 16 ઇનિંગ રમી છે જેમાં તેનો એક પણ વખત 50ની ઉપરનો સ્કોર રહ્યો નથી. જાડેજા માત્ર બે જ ઇનિંગમાં 100થી વધારેની સ્ટ્રાઇથી બેટિંગ કરી શક્યો હતો. જાડેજાનું નબળું પ્રદર્શન ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp