પિતાનો ઠપકો-100 રૂ.ની શરતે ક્રિકેટર બનાવ્યો, ગીલની બેવડી સદીએ સપનું સાકાર કર્યું

PC: amarujala.com

ભારતીય બેટ્સમેન શુભમન ગિલે બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ગિલ બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગિલે માત્ર 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 208 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેના પછી તેને 'સુપરમેન ગિલ' પણ કહેવામાં આવે છે. શુભમન ગિલે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા. તે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો. શુભમન ગિલ બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં ત્રણ વનડે સદી ફટકારનાર ભારતીય ઓપનર બન્યો. શુભમન ગીલના નામે ન્યૂઝીલેન્ડ સામે શ્રેષ્ઠ વ્યક્તિગત ODI સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ છે.

ક્રિકેટર તરીકે રેકોર્ડનો બાદશાહ બનેલા શુભમન ગિલની કહાની ખૂબ જ રોમાંચક છે. લોકો એ પણ જાણવા ઉત્સુક છે કે, એક સામાન્ય ખેડૂતનો દીકરો આટલું મોટું રન મશીન કેવી રીતે બની ગયો? તમને જણાવી દઈએ કે, શુભમન ગિલે 4 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પંજાબના ફાઝિલ્કા જિલ્લાના ચક ખરેવાલા ગામમાં જન્મેલા શુભમન ગિલ બાળપણમાં પિતા સાથે ક્રિકેટ રમતો હતો.

જ્યારે ગિલ મોટો થયો, ત્યારે તેના પિતાએ તેના પુત્રની રમતમાં વધુ સુધારો કરવા માટે એક સરસ યોજના બનાવી. વાસ્તવમાં, તેણે તેના ખેતરનો ઉપયોગ મેદાન તરીકે કર્યો અને શરત મૂકી કે જે પણ શુભમન ગિલને આઉટ કરશે તેને તે 100 રૂપિયા ઇનામ આપશે.

ઘણા વર્ષોથી ટેનિસ બોલ રમનાર શુભમન ગિલનો પરિવાર જ્યારે જલાલાબાદ ગયો હતો, ત્યારે આ ખેલાડીએ પ્રથમ વખત લેધર બોલનો સામનો કર્યો હતો. શુભમને એક નાની શાળામાં લાંબા સમય સુધી તાલીમ લીધી, પણ હજુ ઘણી એવી વસ્તુઓ હતી કે જેને તેણે શીખવાની હતી. આ માટે પિતાએ શુભમનને ચંદીગઢ મોકલ્યો અને તેને મોહાલી સ્ટેડિયમની પાછળ આવેલી એકેડમીમાં એડમિશન કરાવ્યું. ગિલને રમવા માટે વધુ સમય મળે, તેના કારણે તેનો પરિવાર પણ ભાડાના મકાનમાં આવીને રહેવા લાગ્યો.

શુભમન ગિલ રોજ સવારે 3.30 વાગે ઉઠી જતો અને 4 વાગે એકેડમી પહોંચતો. દિવસભર પ્રેક્ટિસ કર્યા બાદ તે સાંજે ઘરે પરત ફરતો હતો. આ પછી પણ તે તેના પિતા સાથે એકેડમીમાં સાંજનું સત્ર જોવા માટે ત્યાં જતો હતો. એક દિવસ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર કરસન ઘાવરી આ એકેડમીમાં યુવા પ્રતિભાને ઓળખવા માટે અહીં આવ્યા હતા. તે ફાસ્ટ બોલરની શોધમાં અહીં આવ્યો હતો, પરંતુ તેને શુભમન ગિલના રૂપમાં એવો દુર્લભ હીરો મળ્યો, જેણે થોડા જ સમયમાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો.

શુભમન ગિલને સતત પ્રેક્ટિસનો ફાયદો મળ્યો અને રન બનાવતા-બનાવતા તે ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટું નામ બની ગયો. પંજાબ તરફથી રમતા તેણે અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ માટે તેને BCCI દ્વારા બેસ્ટ જુનિયર ક્રિકેટ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ પછી શુભમન ગિલને અંડર-19 ટીમમાં રમવાની તક મળી અને ટીમ ઈન્ડિયા (જુનિયર) વર્લ્ડ કપ જીતી ગઈ. એક નાનકડા ગામમાં સમાયેલી પ્રતિભાને આખી દુનિયાએ જોઈ.

હવે ક્રિકેટર શુભમન ગિલે બેવડી સદી ફટકારીને પોતાનું સપનું સાકાર કર્યું છે. ચાહકોને આશા છે કે, શુભમન ગિલ ભારતનું ભવિષ્ય છે અને આગામી વર્લ્ડ કપમાં ભારતને ટાઇટલ જીતવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp