પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચમાં મેદાન પર આવી ગયો યુવક, ગાર્ડે લાફા માર્યા,જુઓ Video

PC: geosuper.tv

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલના દિવસોમાં પાકિસ્તાન પ્રવાસ પર છે. આ બંને ટીમો વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝ રમાઇ રહી છે. આ દરમિયાન સુરક્ષામાં એક મોટી ચૂક જોવા મળી. બીજી મેચ દરમિયાન એક ફેન ઉઘાડા પગે ભરાઇ ગયો અને પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ રિઝવાન પાસે પહોંચી ગયો. આ છોકરાએ પોતાને મોહમ્મદ રિઝવાનનો ફેન બતાવ્યો છે. આ ઘટના બાદ સિક્યોરીટી ગાર્ડ તાત્કાલિક મેદાનમાં આવ્યા અને એ છોકરાના કોલર પકડીને મેદાન બહાર કર્યો.

હવે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે ગાર્ડે એ છોકરાને જોરદાર થપ્પડ પણ લગાવી હતી. મેદાન બહાર લઇ જતી વખત છોકરાને મીડિયાએ ઘેરી લીધો. જતા-જતા છોકરાએ કહ્યું કે, મોહમ્મદ રિઝવાનનો ખૂબ મોટો ફેન છે. તેણે જણાવ્યું કે, પોલીસવાળા છોડી રહ્યા નથી. જ્યારે એક પત્રકારે પૂછ્યું કે, ઇચ્છા પૂરી થઇ ગઇ? તો તેણે કહ્યું કે, ખૂબ પૂરી થઇ. ખૂબ ખુશ છું. પત્રકારોએ કહ્યું કે, તું મોહમ્મદ રિઝવાનને અપીલ કર કે તે તને છોડાવી દે.

તેના પર છોકરો કહે છે કે, મોહમ્મદ રિઝવાન મને ફરી મળશે. ઉલ્લેખનીય છે કે આ છોકરો મેદાનમાં ભરાઇ ગયો હતો, ત્યાં તે રિઝવાન પાસે પહોંચી ગયો હતો. ત્યારબાદ મોહમ્મદ રિઝવાને તેની પાસે આવીને કંઇક કહ્યું પણ હતું. કદાચ ફરી મળવાનો વાયદો કર્યો હશે. આ બધા વચ્ચે એ એક મોટો મુદ્દો બની ગયો કે, આખરે તે છોકરો મેદાનમાં ભરાયો કઇ રીતે? સુરક્ષામાં એટલી મોટી ચૂક કઇ રીતે થઇ. તે છોકરો ખેલાડીઓ પાસે સુધી પહોંચી ગયો હતો, એવામાં કેટલીક મોટી ઘટના થવાની આશંકા પણ બનેલી રહે છે.

આમ પણ ગયા વર્ષે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. હવે જેમ તેમ કરીને પાકિસ્તાનમાં ક્રિકેટ ટ્રેક પર ફરી રહી છે, તો એવી ઘટનાઓ થવા લાગી છે. 3 મેચોની વન-ડે સીરિઝની પહેલી મેચ પાકિસ્તાને 6 વિકેટથી જીતી હતી. જ્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે 79 રનોથી પાકિસ્તાની ટીમને હરાવી દીધી. આ પ્રકારે આ સીરિઝ આ સમયે 1-1 થી બરાબરી પર છે. હવે સીરિઝન ત્રીજી મેચ નિર્ણાયક આજે રમાશે. હવે જોવાનું એ રહેશે કે આ સીરિઝ જીતવામાં કોણ સફળ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp