શાહીને પહેલા બેટ તોડી અને પછી સ્ટમ્પ ઉખાડ્યા, માત્ર 2 બૉલનો મહેમાન હતો હારિસ

PC: twitter.com/thePSLt20

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 15મી મેચમાં લાહોર કલંદર્સે પેશાવર જાલ્મીને 40 રને હરાવી દીધી. આ મેચમાં પાકિસ્તાનનો સ્ટાર બોલર અને લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન આફ્રિદીએ 5 વિકેટ લઈને પોતાની ટીમ માટે જીતનો માર્ગ મોકળો કરી દીધો. લાહોર કલંદર્સની ટીમે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 241 રન બનાવ્યા હતા, જ્યારે પેશાવર જાલ્મીની ટીમે પણ લડવાનું ઝનૂન દેખાડ્યું, પરંતુ તે સીમિત 20 ઓવરમાં 201 રન જ બનાવી શકી અને 40 રનથી આ મેચ હારી ગઈ.

આ મેચમાં શાહીન આફ્રિદીના પહેલા જ બૉલ પર મોહમ્મદ મોહમ્મદની બેટ તોડી દીધી અને પછી બીજા જ બૉલ પર તેનું સ્ટમ્પ ઉખાડી નાખીને પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી. થોડી ઓવર બાદ શહીન આફ્રિદીએ પેશાવર જાલ્મીના કેપ્ટન બાબર આઝમને પણ આઉટ કરી દીધો. જો કે, આ દરમિયાન 2 બૉલમાં તેણે જે મોહમ્મદ રઉફ સાથે કર્યું તે મેચની હાઇલાઇટ રહ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ શેર કરી રહ્યા છે.

જો ડાબા હાથના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની વાત કરીએ તો તેણે અત્યાર સુધી પાકિસ્તાન સુપર લીગ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 10 વિકેટ લીધી છે. શાહીન આફ્રિદીએ પેશાવર જાલ્મી વિરુદ્ધ 4 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ લીધી. મેચમાં લાહોર કલંદર્સે ફખર જમાન (96) અને અબ્દુલ્લા શફીક (75)ની શાનદાર ઇનિંગની મદદથી સ્કોરબોર્ડ પર સીમિત 20 ઓવરમાં 240 રનનો મોટો સ્કોર ઊભો કર્યો અને અંતે આ સ્કોર પૂરતો સાબિત થયો.

આ બંને બેટ્સમેનો સિવાય સેમ બિલિંગ્સે પણ નોટઆઉટ 47 રનોની ઇનિંગ રમી, જ્યારે પેશાવર જાલ્મી માટે સઈમ અયૂબ (1) અને ટોમ કોહલર કેડમોર (55)એ, મોહમ્મદ રઉફ (0) અને બાબર આઝમ (7) જલદી આઉટ થયા બાદ ત્રીજી વિકેટ માટે 91 રન જોડ્યા અને પેશાવર જાલ્મીની મેચમાં વાપસી કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની ઈનિંગ્સ પેશાવર જાલ્મીની ટીમને જીત અપાવવા પૂરતી નહોતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp