રવીન્દ્ર જાડેજા જલદી જ મેદાનમાં કરશે વાપસી, આ મહત્ત્વની મેચમાં લેશે હિસ્સો

PC: BCCI

ભારતીય ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ ભારતીય ટીમમાં વાપસી  માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. રવીન્દ્ર જાડેજાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. રવીન્દ્ર જાડેજા તામુલનાડુ વિરુદ્ધ રણજી ટ્રોફી મેચ રમી શકે છે. રવીન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ઘૂંટણની ઇજાના કારણે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. T20 વર્લ્ડ કપ અગાઉ તે ટીમમાંથી બહાર થઇ ગયો હતો અને ત્યારથી જ તે રિકવરી માટે જોરદાર પ્રયત્ન કરી રહ્યો છે.

હવે રવીન્દ્ર જાડેજાને ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ કારણે તેને ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. આ સમયે તે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં પોતાનું રિહેબિલિટેશન પૂરું કરી રહ્યો છે. અને કહેવામાં આવી રહ્યું છે કે તેણે ફરી બેટિંગ અને બોલિંગ શરૂ કરી દીધી છે. જો કે, રવીન્દ્ર જાડેજા પોતાની તૈયારીઓમાં કોઇ કસર છોડવા માગતો નથી અને આ કારણે તેણે રણજી ટ્રોફી રમવાનો નિર્ણય લીધો છે.

સૌરાષ્ટ્રની ટીમે 24 જાન્યુઆરીના રોજ તમિલનાડુ વિરુદ્ધ ચેન્નાઇમાં રમવાનું છે અને રવીન્દ્ર જાડેજા આ મેચમાં રમી શકે છે. રવીન્દ્ર જાડેજા ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી બહાર ચાલી રહ્યો છે અને એવામાં તે આ મેચ રમીને પોતાનું લય પરત હાંસલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ ચારેય મેચ જ ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વની છે.

આ મેચોમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. અત્યારે માત્ર પહેલી બે ટેસ્ટ મેચો માટે ટીમની જાહેરાત થઇ છે, જેમાં કેટલાક ચોંકાવનારા નામ પણ સામેલ છે. BCCIના એક પદાધિકારીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, રવીન્દ્ર જાડેજાને ઓછામાં ઓછી એક ઘરેલુ મેચ રમવા કહ્યું છે. જો તે વાસ્તવમાં ફિટ હોય છે તો તેનાથી મિડલ મોર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનની સમસ્યાનું સમાધાન થઇ જશે અને ભારત 5 બોલરો સાથે ઉતરી શકે છે.

આમ પણ મેચ ફિટનેસ તમે ત્યારે જ હાંસલ કરી શકશો, જ્યારે તમે પ્રતિસ્પર્ધી મેચ રમો. રવીન્દ્ર જાડેજા જેવા વ્યક્તિને પોતાની મેચ ફિચ ફિટનેસ સાબિત કરવા માટે અને એ દેખાડવા માટે વધારેમાં વધારે ઓવર કરવી પડી શકે છે. તે એક ઇનિંગમાં 30-35 ઓવર બોલિંગ કરે તો સારું છે. તેઓ ઘરેલુ મેચ વિના બૂમરાહને રમાડી રહ્યા હતા. આશા છે કે જાડેજા સાથે એમ નહીં કરે. ઓછામાં ઓછી એક ઘરેલુ મેચ રમવાની નીતિ અનિવાર્ય હોવી જોઇએ, જેમ થોડા વર્ષો અગાઉ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp