સૂર્યકુમાર, સરફરાઝ અને પૃથ્વીનો ફ્લૉપ શૉ, પૂજારાએ કરી કમાલ

PC: sportstiger.com

સૂર્યકુમાર યાવદને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવામાં આવેલી ચાર ટેસ્ટ મેચોની સીરિઝ માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ, તેને માત્ર એક જ ટેસ્ટમા તક મળી અને બાકી સીરિઝમાં તે આરામ કરતો રહ્યો. ત્યારબાદ તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ના રમી શક્યો અને હવે જ્યારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, તેમા પણ સૂર્યકુમાર યાદવને સામેલ કરવામાં નથી આવ્યો. દરમિયાન, સૂર્યકુમાર યાદવ એક બીજી મેચમાં ઉતર્યો પરંતુ, સસ્તામાં આઉટ થઈને ચાલ્યો ગયો. સૂર્યકુમાર યાદવ ઉપરાંત સરફરાઝ ખાન અને પૃથ્વી શૉ પણ ખરાબરીતે ફ્લોપ રહ્યા.

આજથી દીલિપ ટ્રોફી અંતર્ગત વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનની વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. તેમા વેસ્ટ ઝોન તરફથી ઘણા સારા બેટ્સમેન સામેલ છે. તેમા પૃથ્વી શૉ, ચેતેશ્વર પૂજારા, સૂર્યકુમાર યાદવ અને સરફરાઝ ખાનના નામ સામેલ છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે પૃથ્વી શૉ મેદાન પર આવ્યો અને 54 બોલમાં 26 રન જ બનાવી શક્યો અને આઉટ થઈ ગયો. જોકે, તેનો બીજો જોડીદાર પ્રિયાંક પંચાલ તો તેના કરતા પણ પહેલા 13 રન બનાવીને પેવેલિયન જતો રહ્યો. નંબર ચાર પર રમવા આવેલો સૂર્યકુમાર યાદવ 13 બોલ પર 7 રન બનાવીને આઉટ થઈ ગયો. તેમજ, સરફારઝ ખાન તો પોતાનું ખાતુ પણ ના ખોલી શક્યો, તેણે 12 બોલ જરૂર રમ્યા પરંતુ, આ દરમિયાન એક પણ રન ના બનાવી શક્યો. જોકે, ત્રીજા નંબર પર આવેલા ચેતેશ્વર પૂજારાએ જરૂર થોડો દમ બતાવ્યો અને 50 કરતા વધુ બોલનો સામનો કર્યો પરંતુ, બોલ પ્રમાણે વધુ રન તેના ખાતામાં ના જોડાઈ શક્યા.

વેસ્ટ ઝોનની ટીમમાંથી જ્યાં આટલા મોટા નામ રમતા દેખાયા, તો જ્યારે સેન્ટ્રલ ઝોનનો વારો આવશે ત્યારે યુવા ખેલાડી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરતા દેખાશે. તેમા ધ્રુવ જુરૈલ, રિંકૂ સિંહ, ઉપેન્દ્ર યાદવ, સૌરવ કુમાર, શિવમ માવી અને આવેશ ખાન ઉપરાંત યશ ઠાકુરનું નામ મુખ્ય હશે. આ તમામ ખેલાડી ટીમ ઇન્ડિયા માટે તો હજુ સુધી નથી રમી શક્યા પરંતુ, IPLમાં અલગ-અલગ ટીમોમાંથી પોતાનો જલવો જરૂર બતાવી ચુક્યા છે. ટૂંક સમયમાં જ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાનું સિલેક્શન થશે જેમા, આ તમામ પ્લેયર્સના નામ પર વિચાર કરવામાં આવી શકે છે.

સૂર્યકુમાર યાદવને ટીમ ઇન્ડિયામાંથી એક જ મેચ રમવા મળી જ્યારે, ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના નામ અનુસાર પ્રદર્શન કરી શક્યો ન હતો. આથી તેને વેસ્ટ ઇન્ડિઝ ટૂરવાળી ઇન્ડિયન ટીમમાં બહાર કરી દેવામાં આવ્યો હતો. આશા કરવામાં આવી રહી હતી કે, સરફરાઝ ખાનને આ ટીમમાં સામેલ કરવામાં આવશે પરંતુ, તેના નામ પર પણ વિચાર ના કરવામાં આવ્યો. બીજી તરફ પૃથ્વી શૉને પણ ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સે એકરીતે ભૂલાવી જ દીધો છે. જોવુ એ રહેશે કે આવનારી મેચોમાં તેનું પ્રદર્શન કેવુ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp