પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્કને જાહેરમાં ગર્લફ્રેન્ડે માર માર્યો, Video

PC: twitter.com

માઈકલ ક્લાર્કના અંગત જીવનમાં ફરી એકવાર હડકંપ મચી ગયો છે. માઈકલ ક્લાર્ક પર તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો દ્વારા છેતરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્લાર્કને તેની ગર્લફ્રેન્ડ થપ્પડ મારી રહી છે. ક્લાર્ક જેડ યારબ્રોની બહેન, જાસ્મિનને મુક્કો મારતો જાય છે. એક સૂત્રએ ક્લાર્ક અને જેડ યારબ્રો વચ્ચેની આ લડાઈ વિશે પોસ્ટ પણ કર્યું છે.

વીડિયોમાં માઈકલ ક્લાર્ક શર્ટલેસ જોવા મળી રહ્યો છે.વીડિયોમાં ક્લાર્ક તેના પર લાગેલા આરોપોને નકારતો સાંભળી શકાય છે. ક્લાર્ક વીડિયોમાં કહી રહ્યો છે કે, હું કસમ ખાઉં છું કે આ સાચું નથી. હું મારી પુત્રીના જીવનની કસમ ખાઉં છું. માઈકલ ક્લાર્ક તેની ગર્લફ્રેન્ડ, યારબ્રોની બહેન જાસ્મીન અને તેના પતિ કાર્લ સ્ટેફાનોવિક સાથે રજા પર હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ચારેય તેમના મિત્ર સાથે ડિનર કરી રહ્યા હતા, ત્યારે આ વિવાદ થયો. યારબ્રોની બહેન જાસ્મીન ઓસ્ટ્રેલિયામાં પ્રખ્યાત TV હોસ્ટ છે.

આ ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટનનું નામ સૌથી પહેલા મોડલ લારા બિંગલ સાથે જોડાયું હતું. 2007માં બંનેએ ડેટિંગ શરૂ કરી હતી. 2010માં બિંગલની શૉવર નીચે નહાતી તસ્વીર સોશ્યિલ મીડિયા પર લીક થઇ જતાં ક્લાર્ક અને બિંગલ 2010માં અલગ થઈ ગયા હતા. 2012માં માઈકલ ક્લાર્કે કાઈલી બોલ્ડી સાથે લગ્ન કર્યા હતા.

કાઈલી બોલ્ડી સિડનીના વેસ્ટફિલ્ડ સ્પોર્ટ્સ હાઈ ખાતે ક્લાર્કની ક્લાસમેટ રહી હતી. કાઈલી અને ક્લાર્કે 2015માં એક બાળક છોકરાનું એકસાથે સ્વાગત કર્યું. પરંતુ 2020માં બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા. તે પછી ક્લાર્કે ફેશન ડિઝાઇનર પીપ એડવર્ડ્સને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે પીપ સાથે પણ અલગ થઈ ગયો.

ફૂટેજ સામે આવ્યા બાદ ક્વીન્સલેન્ડ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે ગુરુવારે સાંજે કહ્યું, 'ક્વીન્સલેન્ડ પોલીસ 30 વર્ષની મહિલા અને 41 વર્ષના પુરુષ વચ્ચેની ઘટનાની તપાસ કરી રહી છે. ક્લાર્ક 41 વર્ષનો છે અને તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો 30 વર્ષની છે.

અહીં તમને જણાવી દઈએ કે, માઈકલ ક્લાર્કની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 2105માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ક્લાર્કે પોતાની ટીમને ટેસ્ટ રેન્કિંગમાં ફરી ટોચના સ્થાને લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્લાર્કે 2011માં રિકી પોન્ટિંગની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારબાદ વર્ષ 2015માં એશિઝ સિરીઝ બાદ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp