આ દિગ્ગજ ખેલાડી બોલ્યા- ધોની સંન્યાસ લઈ લેશે ત્યારે CSKને તેની ઉણપ વર્તાશે

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે એક કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના મહત્ત્વનો ઉલ્લેખ કર્યો છે. ઈયોન મોર્ગનના જણાવ્યા મુજબ, મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લઈ લેશે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેની કમી અનુભવાશે. ઈયોન મોર્ગને કહ્યું કે, ધોની મેદાનમાં અને ડ્રેસિંગ રૂમમાં એક અલગ પ્રકારની એનર્જી લાવે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધની મેચ બાદ કેટલીક એવી વાતો કહી જેથી ફેન્સને લાગવા લાગ્યું છે કે હવે તે સંન્યાસ લઈ લેશે.

મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, આ તેના કરિયરનો છેલ્લો દૌર ચાલી રહ્યો છે. હવે તે વૃદ્ધ થઈ ચૂક્યો છે. એ સિવાય એડને માર્કરમના શાનદાર કેચને લઈને પણ તેણે કહ્યું કે, તે ખોટી પોઝિશનમાં હતો, આ કારણે કેચ પકડી શક્યો. ઈયોન મોર્ગને મહેન્દ્ર સિંહ ધોનીના આ નિવેદનોને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે મેચ બાદ Jio સિનેમા પર વાતચીત કરવા દરમિયાન કહ્યું કે, ઇન્ટરવ્યૂથી આ મોટી વસ્તુ નીકળીને સામે આવી છે. તે જે વાત કરી રહ્યો હતો, તેનાથી ખબર પડે છે કે તે કયા પ્રકારની એનર્જી ફિલ્ડમાં લઈને આવે છે.

તેમણે જણાવ્યું કે, તેને આ ટીમને લીડ કરવામાં ખૂબ મજા આવી રહી છે. મેચ દરમિયાન તે ખૂબ એનિમેટેડ રહે છે. મેચ બાદ યુવા ખેલાડીઓ સાથે તે પોતાનો અનુભવ શેર કરી રહ્યો હતો. કેટલી વિનમ્રતા સાથે તેણે કહી દીધું કે તે ખોટી પોઝિશનમાં હતો, જ્યારે એમ નહોતું. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની જતો રહેશે ત્યારે તેની કમીનો અનુભવ તમને થશે. ખેલાડીઓને તેની ઉણપ વર્તાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધની મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, આ મારા કરિયરની અંતિમ ફેઝ છે એટલે જરૂરી છે કે હું તેનો લુપ્ત ઉઠાવું. ફેન્સે મને ખૂબ પ્રેમ અને સન્માન આપ્યું છે. હંમેશાં આ લોકો મોડે સુધી રોકાઈ રહે છે જેથી મને સાંભળી શકે.

જો મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સૌથી વધુ 34 રન અભિષેક વર્માએ બનાવ્યા હતા, જ્યારે બીજા ખેલાડી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. તો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બોલિંગ કરતા રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. 135 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 18.4 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ 77* રન બનાવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp