સૌરવ ગાંગુલીની વધી સુરક્ષા, બંગાળ પોલીસ આપશે Z કેટેગરીની સુરક્ષા

PC: indiatvnews.com

પૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે પશ્ચિમ બંગાળ પોલીસ તેમને Z કેટેગરીની સુરક્ષા પ્રદાન કરશે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, અધિકારીઓના સંદર્ભે આ જાણકારી આપી છે. સૌરવ ગાંગુલી તરફથી સુરક્ષા વધારવાને લાઇન કોઈ માગ કરવામાં આવી નહોતી. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે પોતે જ આ બાબતને ધ્યાનમાં લીધી અને તેને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે.

સૌરવ ગાંગુલી હાલના દિવસોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વ્યસ્ત છે. તેઓ દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે જોડાયેલા છે. તેઓ ડિરેક્ટર ઓફ ક્રિકેટની ભૂમિકામાં છે. સૌરવ ગાંગુલીના રાજકારણમાં આવવાની ચર્ચાઓ પહેલા પણ થતી રહી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમને ભગવા પાર્ટીમાં સામેલ થવાની ઓફર પણ આપી હતી. જો કે, તેમણે રાજકીય મેદાનમાં ઉતરવાની ના પડી દીધી હતી.

હાલમાં જ તેમને BCCIનું અધ્યક્ષ પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ ફરી તેમના રાજકારણમાં આવવાની ચર્ચા થવા લાગી છે. હવે મમતા બેનર્જીની સરકાર દ્વારા સુરક્ષા વધારવાના આ અનુમાનને તેજ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલીની Y કેટેગરીની સિક્યૉરિટીનો કાર્યકાળ મંગળવારે સમાપ્ત થઈ રહ્યો હતો. ત્યારબાદ જ તેમની સુરક્ષા અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જેવી જ VVIP સુરક્ષા સમાપ્ત થાય છે ત્યારબાદ પ્રોટોકોલ હેઠળ તેની સમીક્ષા કરવામાં આવે છે.

ત્યારબાદ જ સૌરવ ગાંગુલીની સુરક્ષા હવે Z કેટેગરી કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે પશ્ચિમ બંગાળ સચિવાલયથી 3 પ્રતિનિધિ સૌરવ ગાંગુલીની કોલકાતાના બેહાલામાં ઉપસ્થિત ઓફિસ પહોંચ્યા હતા. તેમણે કોલકાતા પોલીસ હેડક્વાર્ટર અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. ત્યારબાદ જ આ વાતનો નિર્ણય લીધો છે. અધિકારીએ જણાવ્યું કે, સૌરવ ગાંગુલી વર્તમાનમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે ટ્રાવેલ કરી રહ્યા છે.

તેઓ કોલકાતા 21 મેના રોજ જશે. આ દિવસથી જ તેમને Z કેટેગરીની સુરક્ષા મળવાની શરૂઆત થઈ જશે. Z કેટેગરીની સિક્યોરિટી મળ્યા બાદ પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની સુરક્ષામાં 8-10 પોલીસ અધિકારી તૈનાત રહેશે. તો Y કેટેગરીની સુરક્ષા હેઠળ તેમને સ્પેશિયલ બ્રાંચથી 3 પોલીસકર્મી મળ્યા હતા, એ સિવાય 3 જ એવા સિક્યોરિટી અધિકારી હતા તેમના કોલકાતાના બેહાલામાં ઉપસ્થિત ઘર પર તૈનાત રહેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp