પૂર્વ સિલેક્ટરનો ખુલાસોઃ ધોનીએ કાપેલું 2011 વર્લ્ડ કપમાં રોહિતનું પત્તુ

PC: indiatv.com

પૂર્વ ભારતીય સિલેક્ટર રાજા વેંકટે 2011 વર્લ્ડ કપમાં રોહિત શર્માને સિલેક્ટ ન કરવાને લઇ મોટો ખુલાસો કર્યો છે. વેંકટે જણાવ્યું કે રોહિતની ટીમમાં એ કારણે સિલેક્ટ કરવામાં ન આવેલો કારણ કે તે સમયે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રોહિત શર્માના સ્થાને પિયૂષ ચાવલાને પસંદ કરવા માગતો હતો. તેમણે કહ્યું કે, એક સમયના ભારતીય ટીમના હેડ કોચ ગેરી કસ્ટર્ન પણ રોહિતને ટીમમાં સિલેક્ટ કરવા માગતા હતા. પણ જ્યારે ધોનીએ પિયૂષ ચાવલાને ટીમમાં સામેલ કરવાની માગ કરી તો ગેરીએ પણ માહીનું સમર્થન કર્યું.

રોહિત શર્માને તે સમયે સિલેક્ટ ન કરવો એ સૌ કોઈ માટે હેરાનીની વાત હતી. કારણ કે તે સતત વનડે ટીમનો ભાગ હતો અને સાથે જ 2007 ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો હતો.

સિલેક્શન પહેલાથી જ રોહિત રેસમાં હતો-રાજા વેંકટ

રેવસ્પોર્ટ્સ સાથે વાત કરતા વેંકટે 2011 વર્લ્ડ કપમાં રોહિત શર્માને સિલેક્ટ ન કરવાની વાત શેર કરી. તેમણે કહ્યું કે, જ્યારે અમે ટીમ સિલેક્ટ કરવા માટે બેઠા તો રોહિત ત્યાર સુધી ટીમમાં સિલેક્ટ થવાની રેસમાં હતો અને જ્યારે અમે ટીમ સિલેક્ટ કરવા લાગ્યા તો 1 થી લઇ 14 સુધી દરેક ખેલાડીઓને સ્વીકાર કરી લેવામાં આવ્યા. 15માં ખેલાડીના રૂપમાં અમે રોહિત શર્માનો વિકલ્પ આપ્યો. ગૈરી કસ્ટર્નને લાગ્યું કે આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ કેપ્ટન ધોનીએ ત્યાં ફેરફાર કરવાની માગ કરી દીધી. ધોની રોહિત શર્માના સ્થાને પીયૂષ ચાવલાને સિલેક્ટ કરવા માગતો હતો. ગેરીએ પણ ત્યાર પછી ધોનીની વાતને માની લીધી અને કહ્યું કે, આ સારો વિકલ્પ છે. આ રીતે રોહિત શર્માનું ટીમમાં સિલેક્શન થયું નહીં.

જણાવીએ કે, ભારત દ્વારા જીતવામાં આવેલા 2011ના વનડે વર્લ્ડ કપમાં પીયૂષ ચાવલાએ 3 મેચ રમી હતી. જેમાં તેણે 4 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે ત્યાર પછી 2015 અને 2019 વનડે વર્લ્ડ કપમાં રોહિત ભારતનો અગત્યનો હિસ્સો રહ્યો. જ્યારે પિયૂષ ચાવલાને તક આપવામાં આવી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp