પાકિસ્તાનના પૂર્વ બોલિંગ કોચે જણાવી સૂર્યકુમાર યાદવની સૌથી મોટી નબળાઈ

PC: sportzcraazy.com

પાકિસ્તાન ટીમના પૂર્વ બોલિંગ કોચ શોન ટેટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાં સૂર્યકુમાર યાદવના ખરાબ પ્રદર્શન પર મોટો જવાબ આપ્યો છે. તેણે સૂર્યકુમાર યાદવની એક નબળી કડી વિશે જણાવ્યું છે. શૌન ટેટના મતે સૂર્યકુમાર યાદવે ભલે ઘણા રન બનાવ્યા હોય પરંતુ તે વિરાટ કોહલીની જેમ પ્લાન મુજબ રમવાવાળો ક્રિકેટર નથી અને આ તેની નબળી બાજુ છે.

અહીં તમને બતાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવનું ફોર્મ છેલ્લા કેટલાક સમયથી સારું રહ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં તે ત્રણેય મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી, IPLની પ્રથમ બે મેચમાં પણ તેના બેટથી કઈ વધારે રન બન્યા નથી IPLની અત્યાર સુધી તે બે ઇનિંગ્સમાં માત્ર 16 રન જ બનાવી શક્યો છે. આ દર્શાવે છે કે તે કેવા ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે.

સૂર્યકુમાર યાદવના આ ખરાબ ફોર્મ પર પાકિસ્તાન ટીમના પૂર્વ બોલિંગ કોચ શોન ટેટે મોટો જવાબ આપ્યો છે. મીડિયા સાથેની એક વાતચીત દરમિયાન, તેણે કહ્યું કે, 'જો તમે ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીને જુઓ તો ક્યારેક તે જબરદસ્ત ફોર્મમાં હોય છે તો ક્યારેક તે ખૂબ જ ખરાબ ફોર્મમાં હોય છે. સૂર્યકુમાર યાદવની સાથે પણ આવું જ કંઈક બની રહ્યું છે. તેની પાસે તમામ શોટ છે પરંતુ કેટલીકવાર તે બેજવાબદાર જેવો થઈ જાય છે. અને ખરાબ શોટ રમી જાય છે. આમ તો સ્વાભાવિક રીતે તે ખૂબ જ સારો ખેલાડી છે, પરંતુ તમે એમ ન કહી શકો કે જ્યારે તે ક્રિઝ પર આવે છે ત્યારે તે ખૂબ જ પ્લાન સાથે જ રમત રમવા આવી રહ્યો છે. વિરાટ કોહલી ખૂબ જ પ્લાન સાથે રમવાવાળો ખેલાડી છે. સૂર્યકુમાર યાદવ ઇનિંગ્સ પ્રમાણે વસ્તુઓ બદલી શકે છે, પરંતુ કદાચ તેની બેટિંગ એટલી સારી છે કે, ક્યારેક તે એકદમ બેજવાબદારી ભર્યા શોટ રમતો હોય છે.

અહીં તમને એ જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવનું હાલનું ખરાબ ફોર્મ પણ મુંબઈ ઈન્ડિયન્સ માટે ચિંતાનો વિષય બન્યું છે. MIની સતત બીજી હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ સિનિયર ખેલાડીઓને જવાબદારીપૂર્વક રમત રમવાનું કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp