પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું કંઇ પણ કરી લો ભારત પાકિસ્તાનમાં એશિયા કપ રમવા..
એશિયા કપ 2023ના આયોજનને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે વિવાદ છે. સમગ્ર મામલો પાકિસ્તાન પ્રવાસ પર જઈ રહેલી ટીમ ઈન્ડિયાનો છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફે PCBને ઝાટકો આપનારું નિવેદન આપ્યું છે. આગામી એશિયા કપ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ અંગે આસિફે કહ્યું કે, ભારત ભાગ્યે જ તેને સ્વીકારશે અને ટુર્નામેન્ટમાં ભાગ લેશે. તેણે કહ્યું કે ટૂર્નામેન્ટ શ્રીલંકા અથવા દુબઈમાં શિફ્ટ થઈ શકે છે.
એશિયા કપને લઈને PCBના મોડલ પર મોહમ્મદ આસિફે તાહિર ધ 12th મેન યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'મને નથી લાગતું કે આવું થશે. કારણ કે રાજકીય પરિસ્થિતિ બહુ સારી નથી. કોઈપણ ટીમ આવવા અંગે થોડી આશંકિત હશે. તેથી મને એવું લાગે છે કે, પાકિસ્તાનમાં રમાનારી એશિયા કપને શ્રીલંકા અથવા દુબઈમાં શિફ્ટ કરવામાં આવશે.' હમણાં થોડા દિવસો પહેલા એવી વાત સામે આવી હતી કે, BCCI આગામી એશિયા કપ માટે પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલને સમર્થન નહીં આપે. એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ત્રણ સભ્યોના પદાધિકારીઓ વચ્ચેની બેઠકમાં પણ આ અંગે કોઈ ઉકેલ આવી શક્યો ન હતો.
BCCI સચિવ જય શાહે કહ્યું હતું કે 2023 એશિયા કપની યજમાની અંગે અંતિમ નિર્ણય IPL ફાઈનલ દરમિયાન લેવામાં આવશે. ત્યારે ACCના ટોચના મહાનુભાવોની બેઠક યોજવામાં આવશે. અફઘાનિસ્તાન અને શ્રીલંકાના બોર્ડના પ્રતિનિધિઓએ બેઠકમાં હાજરી આપી હતી, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસન કેટલાક અંગત કારણોસર આ બેઠકમાં હાજરી આપી શક્યા ન હતા. આ ચર્ચા દરમિયાન વાતચીત કોઈ પણ નિર્ણય પર પહોંચી શકી નહોતી.
આ દરમિયાન, એવું પણ જાણવા મળ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તટસ્થ સ્થળે ટુર્નામેન્ટના આયોજન અંગે બેઠક યોજશે. આમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને પણ આમંત્રિત કરવામાં આવી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, ACCના પ્રમુખ જય શાહ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ACCના વાઇસ પ્રેસિડેન્ટ, ઓમાન ક્રિકેટના અધ્યક્ષ પંકજ ખીમજીને આ જટિલ મુદ્દાને ઉકેલવાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp